આજ કાલ લોકો મંદિરો તરફ વધું જતા હોય છે. કારણકે તેઓ સમજે છે કે મંદિરમાં જવાથી દર્શન પણ ભગવાનના થાયછે ને મનમાં એક શાન્તિ પણ મળે છે, પણ ભાઇ, તમારી બંને વાત સાચી છે પણ આજકાલ લોકો દર્શન કરવાના બ્હાને સમય પસાર કરવા વધું જતા હોયછે. ખરા દર્શન તો એજ લોકો કરતા હોયછે કે જેઓ દર્શન કરીને તરત પાછા ફરતા હોયછે. બાકીના તો લોકો દર્શન કરીને કોઇ એક સારો બોકડો શોધીને બે પગ ઉપર ચઢાવીને બસ એક પ્રકારનો સમય જ પસાર કરવા જતા હોયછે ને પછી જતા આવતા લોકોની તરહ તરહ વાતો કરે તે જુદી...
પેલો આવો છે ને પેલી આવી છે..!
ભાઇ તમે એક ભગવાનના મંદિરમાં બેઠા છો તો જરા વધુ વાર બેસીને કોઇ પૂજા અર્ચના કરો અથવા કોઇ ભગવાનનું ભજન જેવું કરો તો જ તમારું મંદિરમાં આવવાનું જવાનું વધું સાર્થક ગણાય.
બાકી, જો તમારે સમય જ પસાર કરવો હોય તો એક પુસ્તકાલય પણ હોયછે ત્યા જઈ ને પણ તમે પેપર વાંચી શકો છો અથવા ધાર્મીક બુકો પણ ઘણી બધી વાંચવા લાયક હોયછે જેથી તમારો સમય કે ટાઇમ પણ પસાર થશે ને તમને ધર્મ અંગેનું વધું જ્ઞાન પણ મળશે.
પહેલા જમાનામાં પુસ્તકાલયમાં બેસવાની જગ્યા હોતી ન્હોતી ને આજે ખુરશીઓ ખાલી ખાલી દેખાતી હોયછે. ખરેખર આજના લોકોને વાંચનનો શોખ ઓછો થતો જાય છે કદાચ વાંચવાનું જ ગમતું નથી હોતું ને આજ કાલ દિવસે દિવસે વાંચવાનું ભુલાતું જાયછે. ઘણા પુસ્તકાલયમાં બુકો ધુળ ખાતી દેખાય છે. પહેલા તો એક બુક વાંચવા માટે પુસ્તકાલયમાં આંટા મારવા પડતા હતા. કારણ કે તે સમયે વાંચનારા ઘણા જ હતા. બુક જયારે કોઇ વાંચવા ઘરે લઇ જાય ત્યાર પછી તે જમા કરવા લાવે ત્યારે જ આપણને તે બુક વાંચવા મળતી હતી.
વાંચવાથી જ્ઞાન મળે છે. બુધ્ધી આવેછે. કંઇક વધું જાણવાનું મળે છે. લોકોના અલગ અલગ વિચારોની જાણ થાયછે...ભલેને તમે ગમે વાંચો પણ વાંચવાની ટેવ ઘણી જ સારી હોયછે.
પણ આજે લોકોને વાંચવા કરતા જોવાની ટેવ વધું હોયછે.
(તારક મહેતાના ઉલ્ટા ચશ્મા) જેવી સિરિયલ આવે એટલે લોકો જમવાનું પણ એક બાજુએ મુકીને ટીવી બાજું સતત જોયા કરેછે.
જમવાનું પછી પણ પહેલા સિરિયલ...!
જેઠાલાલ ચંપકલાલ ને દયાભાભી આ ત્રણ આ સિરિયલના ખાસ પાત્રો છે, જેમાં બાકી રહી ગયો ટપુડો...!
પણ તમે વિશ્વાસ નહિ કરો પણ મેં હજી એક પણ એપીસોડ જોયો નથી...કારણ કે મને તેમાં રસ નથી.
ચાલો દરેક નો વિષય ને વિચાર અલગ અલગ હોયછે.
પણ આપણે ખરેખર વાંચન સતત કરવું જોઈએ ને તેને વધું ને વધું વધારતા રહેવું જોઇએ.
પણ આગળ તો આપણી મરજી...
મારાથી વધું તો ના જ કહેવાય! તેમાં પણ એક પ્રકારનો ખાસ રસ હોવો જોઇએ.
પણ કોઇએ એવું કહ્યુ છે કે જો...
આગળ તમે જ વાંચી લો જરા ફોટામાં...?