સમય
નિરંતર અવિચળ પ્રવાહ છે સમય,
પૃથ્વી લોક માં પ્રવાસ છે સમય,
અસંખ્ય યુગો નો સાથી છે સમય,
અનન્ય વિભૂતિ ઓ નો સાક્ષી છે સમય,
રાત-દિવસ થી પર છે સમય,
દુન્યવી સુખ દુઃખ થી અફર છે સમય ,
દશે દિશાઓમાં ફેલાય છે સમય,
પલભર માં વિતી જાય છે સમય,
અમૂલ્ય એવું ધન છે સમય,
માનવીનું મહામૂલું રતન છે સમય ,
જો જો ન વેડફાય આ સમય !
ડૉ.સેજલ દેસાઈ
સુરત.