દીવાની
પરોઢ ની પહેલી કિરણ તારો,
સંદેશ લઈને આવે છે !
હવામાં રહેલી તાજગી તારો,
અહેસાસ લઈને આવે છે !
પક્ષીઓ નો કલરવ તારું જ,
મિઠું ગીત સંભળાવે છે !
ઝાંકળ ના ટીપાં માં તારી,
લાગણી ની ભીનાશ લાગે છે !
મંદિર ના ઘંટારવ માં તારા,
અવાજ ની ખનક લાગે છે !
આ પ્રકૃતિમાં હવે મને તારી,
જ ઝલક લાગે છે !
તારી દિવાનગી માં આ દીવાની ને,
બધે તારી જ અસર લાગે છે !
મારી આ રચનાને ગુજરાતી રસધારા સ્પર્ધા માં તૃતીય સ્થાન પ્રાપ્ત થયું...!!!