આ મારા પરનાની એટલે પપ્પાના નાની . નામ જડીબા પણ આજ સુધી હું મારી બાને રો જ પૂછતી બા તને આવી બા ક્યાંથી જડી કેટલી મસ્ત છે તારી બા ... ત્રણ દિવસ પહેલા એ દેવલોક પામ્યા.... પણ કોઈ રડ્યું નથી... તમને એમ લાગશે અરે... આ કેવા માણસો છે રડ્યા નથી... અમારુ ન રડવાનું કારણ એક હોય તો આપીએ અનેક કારણ છે... નાની બા ની ઉંમર 100 વર્ષથી વધુ હતી એમને પાંચ પેઢી જોઈ... પાંચ વર્ષથી જ ઘરનું કામ કરવાનું બધા બોલ્યા એટલે બંધ કર્યુ.... છતા કોઈ ઘરનું આઘુ પાછુ થાય એટલે એ તક નો લાભ લઈ કામ કરવા લાગે .એમનેમિઠાઈઓથી લઈ નવી નવી બધી વાનગીઓ એ બનાવતા અને કોઈના ઘેર જાય તો લાવ.. હું આ બનાવુ તે બનાવું એમ કર્યા કરે મોટી ખાસીયત એ કે બા સાંભળી નહોતા સકતા એટલે કોઈ વાતની તમે ના પાડો તોય બા સાંભળે જ નઈ પણ એ ભણેલા હતા એટલે વાંચતા આવડતું... જ્યાં જાય ત્યાં સ્લેટ પેન જોડે જ હોય... પાછુ એમના એક મિત્ર બા પણ સાંબળી નહોતા સકતા એટલે બન્ને રોજ સ્લેટ લઈ લખી લખી વાતો કરતા. અને આપડે સ્લેટ માં કંઈક લખીને વાત કરીએ તો એ જવાબ સ્લેટમાં જ લખીને આપે જાણે આપણેય બેરા ના હોઈ.. પણ બાને ધીમે ધીમે આંખે દેખાતું ઓછુ થઈ ગયું.. એટલે જાતે હરે ફરે બધુંપણસૂર્યનારાયણ ની દિશા દેખાય નઈ એટલે ધાબે જઈ ગમે એ દિશામાં લોટો ધીમે ધીમે નઈ સીધો ઠાલવી દે. ના દેખાય તોય રામનામ ની ચોપડી માં વાંચવાનું ... માળા કરવાની. તમે ફોટો પાડવાનું કહો એટલે એ કે... ઉભા રો.... પછી માથે ઓઢે... બે હાથ જોડે પછી કે હવે પાડ.... બાઈક પર બેસે ... આટલી ઉમરે પણ.... માથેથી છેડો પડવો ના જોઈએ... એમને એમના જીવનની બધી જ ફરજો પૂરી કરી ... દાદા ગયે ઘણા વર્ષ થયા પણ પાંચ દિકરા અને ચાર દિકરીઓને બાએ ઓછુ નથી આવવા દિધું... ઘરના એ પણ એમને બહું સાચવ્યા ... એ ખાવા નાં શોખીન એટલે... બધુ જ એ ખાય.... ખીચડી એમના માટે મૂકો એવું એમને ના ગમે એ બધા ખાતા હોય એજ ખાય... લેટેસ્ટ નાની.....હું જ્યારે જઉં મળવા એટલે પૂછુ મને ઓળખી એટલે ના પાડી દે દેખાતું નથી... અને મારા પપ્પા અને બા જાય એટલે કે.. મંજી આઈ... રાજુ આયો..... આ કેવુ પોતાની છોકરીને ભાણીયાને જોયા વગર ઓળખવાના.. દરેક પ્રસંગમાં ભાણીયાના ભાણીયાના પાંચ પેઢી સુધી બધાને બોલાવતા બધા બા રૂપી વડસાથે જોડાયેલા હતા... આજે બા અમારી સાથે નથી પણ એનું જીવન આદર્શ અમારી જોડે છે.... એમના જીવતે લાડવા કરેલા જીવન પર્વ ઉજવ્યું હતું ત્યારે પણ એક આદર્શ જીવન પર લખાયેલી બૂક બધાને ભેટ આપેલી..વોટસેપ ગૃપનું નામ પણ જડીબા ફેમિલી ગૃપ રાખ્યુ... બાને મૂકવા ઘરની બધી સ્ત્રીઓ પણ સિધ્ધપુર સ્મશાને ગયા હતા. પણ બધાને એક જ સરત પર લઈ જવામાં આવ્યા હતા કે કોઈએ રડવું નહીં... ગર્વ કરવો કે અમારી બા એ આદર્શ જીવન જીવીને ગયા છે કોઈ ફરજ કે કંઈ બાકી નથી રાખ્યું કે કોઈની સેવાની એને જરૂર નથી પડી... બધા રંગીન કપડામાં જ સ્મશાને ગયા... અને બેસણાંમાં પણ રંગીન જ કપડા પહેરી આવવું... એવું કહેવામાં આવ્યું. બાની કમી લાગશે પણ એ સતત આમારી સાથે છે... એનું જીવન અમને સતત માર્ગદર્શન આપતુ રહેશે. બા તું અમને જડી હતી... પણ આજે ખોવાઈ ગઈ....