'જગ ની રીત'
કેવી છે? આ જગની રીત....
કે કોઈ ને ખુલીને કરી ન શકીએ પ્રીત..
જેના ચોટતા નથી બીજે ચિત્ત.....
તેને કેમ સમજાય આ જગની રીત...
બે હૈયાને ગાવા છે મીલનનાં ગીત..
તેને મજબુર કરે ગાવા વિરહગીત......
જોવાને માટે મનડા કેરા મીત....
તેને વલખાં મારવાં પડે છે નીત..
નડે છે સદાય નાત ને જાત....
જો ને કેવાં છે અહીં રીતભાત ..
યુગોથી તોય કરે છે બધા પ્રીત......
રોકી રોકાતી નથી તોય પ્રીત..
નથી આમાં કાંઈ કોઇની જીત...
કે નથી આમાં કોઈનું કાંઈ હીત.
તોય જોને કેવી છે? આ જગની રીત...
કોઈને ખુલીને કરી ન શકીએ પ્રીત...