થોડું ચાલી લઈએ..!
ચાલને થોડું ચાલી લઈએ..!
તું હાથ પકડ મારો હું સાથ તારો આપુ,
એક બે કદમ કરી ચાર ડગલા સાથે ચાલી લઈએ
તું છે મુસાફિર હું હમસફર તારો,
જીવનભર સાથે સફર કરી લઈએ.
ચાલને થોડું ચાલી લઈએ..!
તુ કર વાત મારી હું વાત સાંભળું તારી,
વાત વાત માં પ્રેમ ની વાત કરી લઈએ.
તું ચાલને આગળ મારી હું સાથ રહીશ તારી,
તું ને હું મટી ક્ષણવાર માટે આપણે થઈ જઇએ.
ચાલને થોડું ચાલી લઈએ..!
તું કરને ઝઘડો ખોટો આપડે મસ્તી કરી લઈએ,
તું રડે ને ખોટે ખોટું અમે તમને મનાવી લઈએ.
તું હસને આજે જોરથી અમે નિહાળી લઈએ,
તું ને હું આજ એકબીજાને ગળે લગાવી લઈએ.
ચાલને થોડું ચાલી લઈએ..!
તું આવને પાસ મારી એકવાર મળી લઈએ,
એકમેક ના ગુલાબી ગાલ પર ચુંબન કરી લઈએ.
ચાલને થોડું ચાલી લઈએ..!
તું શરમાય આંખોથી અમે ક્ષણ ઓળખી લઈએ,
તું હરખાય મનથી ચાલને એ પળ માણી લઈએ.
ચાલને થોડું ચાલી લઈએ..!
તું હાથ પકડ મારો હું સાથ તારો આપુ,
એક બે કદમ કરી ચાર ડગલા સાથે ચાલીએ.
હેય, ચાલને થોડું ચાલી લઈએ..!
લિ. પારસ પંડ્યા