આજે માર્કેટમાં જાતજાતના ને ભાતભાતના અલગ અલગ ડિઝાઇનોવાળા બુટ કે ચંપલ મળતા હોયછે...કિંમત સો રૂપિયાથી માંડીને પાંચ હજાર કે તેનાથી વધુ કિંમતના મળતા હોયછે પણ જેનું જેવું બજેટ તે પ્રમાણે પોતે ખરીદી કરતા હોયછે.
પરંતું તે બનાવનાર કાંતો માણસ હોયછે કાંતો તે ફેક્ટરીઓમાં બનતા હોયછે ને તે લેવા માટે આપણે દુકાનમાં જવુ પડતું હોય છે કાંતો આજકાલ નાની લારીઓમાં પણ મળતા હોયછે.
ટકાઉની વાત કરીએ તો સારી ક્વોલીટીના લીધેલા પગરખાં વધું ચાલતા હોય છે પણ કયારેક ફાટેલા કે તુટેલા માટે અથવા તેને વધુ ચમકતા રાખવા માટે આપણે મોચીને શોધવો પડે છે ને ત્યા જઈ ને આપણે રીપેર માટે આપવા પડતા હોયછે.
ને જયારે રીપેર થયા પછી એજ તકલીફ આપણી હોયછે આપણા સ્વભાવ પ્રમાણે તે છે ભાવની!
અરે ભાઇ આટલા બધા રીપેરીંગના પૈસા હોતા હશે! અથવા આવી ખાલી પોલિશ કરવાના પણ આટલા પૈસા હોતા હશે...!
પણ ભાઇ તમે નવા ખરીદો છો ત્યારે તમે વધુ ભાવ માટે કયારેય રકઝક કરતા નથી ને તમે આટલો સમય પહેર્યા તો રીપેરીંગનો ખર્ચ પણ કરવો જ પડેને..
શું તમે ખાલી બે પાંચ રુપિયા માટે એક ગરીબ મોચી સાથે રકઝક કરશો! શુ એ તમને શોભે છે!
ઓન લાઇન તમે બે હજાર આપી દો છો તો પેલો તાપમાં તપીને પણ તમારા પગરખાં ફરી પહેરવા લાયક બનાવી આપે છે તો રકઝક કરવી એ વ્યાજબી છે!
તે પણ આવા કદાચ ગરીબ માજી સાથે...
તમારા પગનું સાચું રક્ષણ તો ખરેખર આ લોકો મોચી જ કરતા હોયછે...આવા રોડ ઉપર તાપ વરસાદ માં બેસતા ગરીબ મોચીઓ...બની શકે તો આપણે તેમનું માન રાખીએ ને બે કે પાંચ રુપિયા કદાચ વધારે જતા હોય તો જવા પણ દો તો તેમાં જ આપણું સ્વમાન છે...ને સમજવું કે એક ગરીબને આપ્યા હતા, આમ આપણે દિલ થોડુક ઉદાર રાખીશું તો થોડુક પુણ્ય પણ કમાઇશું.