બાળગીત
ચંદાભૈયા
ચંદાભૈયા...ચંદાભૈયા.. !
આકાશમાં જઈ ક્યાં છુપૈયા ?
રાતે ચમકતો સુંદર ;
ધોળો પહેરો છો સૂટ !
અવનવાં શાઈનીંગ વાળા-
પહેરો મજાનાં બુટ !
આકાશની સફર કરાવો બની નવૈયા !
વાદળ પાછળ સંતાઈને ;
ઘી-રોટલી જમશું !
તારલિયાંની સંગે મોજમાં -
આકાશ આખ્ખું ભમશું !
ગીતો ગાતાં,નાચીશું તા..તા..થૈયા !
ચંદાભૈયા...ચંદાભૈયા.. !
- ધાર્મિક પરમાર 'ધર્મદ'