...#...દક્ષિણા એટલે શું???...#...
દક્ષિણાનો સાચો અર્થ સમજવા એની વ્યુત્પત્તિ તપાસવી જરૂરી છે. દક્ષ ધાતુ ઉપરથી દિક્ષા અને દક્ષિણા આ બે અગત્યના શબ્દો બન્યા છે. દક્ષ એટલે કાબેલ,પારંગત કે હોંશિયાર .ગુરૂ જયારે શિષ્યને વિદ્યાનું દાન આપી તેને કાબેલ કે હોંશિયાર બનાવવાનું વચન આપે છે ત્યારે ગુરૂએ શિષ્યને દિક્ષા આપી એમ કહેવાય છે. દિક્ષા આપી ગુરૂ શિષ્યને અપનાવે છે. અને વિદ્યા પ્રાપ્તિને અંતે શિષ્ય ગુરૂના આ ઋણથી મુકત થવા,ગુરૂના ચરણોમાં સાચા ભકિત ભાવથી જે કાંઇ મૂકે તેને દક્ષિણા કહેવાય. સાચા ગુરૂ કદિ દક્ષિણા માગતા નથી અને સાચો શિષ્ય દક્ષિણા આપ્યા વગર રહેતો નથી. ગુરૂ દક્ષિણાની સાચી વ્યાખ્યા તો ગીતામાં શ્રીકૃષ્ણએ ખૂબ સુંદર રીતે આપી છે.
पत्रं पुश्पं फलं तोयं यो मे भक्त्या प्रय्च्छति
तद अहं भकत्युपहतम अश्नामि प्रतात्मनः ९-२६
“શુદ્ધ ચિત્તથી અને ભકિત ભાવથી આપેલું બધું હું સ્વિકારૂં છું,પછી ભલેને તે પાંદડું,પુષ્પ,ફળ કે કેવળ પાણી જ કેમ ન હોય” જયારે કોઇ પણ પાર્થિવ પદાર્થ પછી ભલે ને તે પાણીના મૂલ્યનો જ કેમ ન હોય, છતાં જો તેમાં સાચો ભકિતભાવ ભળે ત્યારે તે પણ અમૂલ્ય થઇ જાય છે.
---------#---------#--------#--------#----------
ઘરમાં પૂજા કરાવી હોય કે કોઈ તહેવાર હોય બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવે છે. બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી પણ દાન-દક્ષિણા આપવામાં આવે છે. શું તમે જાણો છો કે શા માટે કરવામાં આવે છે આમ ? ન જાણતાં હોય તો આજે જાણી લો કે શું હોય છે દક્ષિણાનું મહત્વ.
દક્ષિણા એટલે બ્રાહ્મણ કે પૂજા કરાવનાર મહારાજને તેના કર્મ બદલ આપવાની રકમ નથી હોતી. દક્ષિણાનો બહોળો અર્થ થાય છે. વર્ષો પહેલા જ્યારે બાળકો જ્યારે શિક્ષા પ્રાપ્ત કરી લેતાં ત્યારે તેઓ ગુરુને પણ દક્ષિણા આપતાં. ઋષિ-મુનિઓ તેમના આશ્રમમાં શિષ્યોને જ્ઞાન આપતાં અને જ્યારે તેઓ આશ્રમથી શિક્ષા લઈ પરત ફરતાં ત્યારે ગુરુજનોને દક્ષિણારૂપે કોઈ વસ્તુ આપતાં.અગાઉના સમયમાં શિષ્ય તેમના ગુરુને કામમાં આવે તેવી કોઈપણ વસ્તુ દક્ષિણા તરીકે આપતાં. દક્ષિણા આપવાની કોઈ સીમા ન હતી. આ વાતનું ઉદાહરણ છે ગુરુ દ્રોણ અને એકલવ્ય. એકલવ્યએ તેના ગુરુને પોતાના હાથનો અંગૂઠો કાપી અને આપી દીધો હતો. પરંતુ દક્ષિણાનો ધાર્મિક ઉદેશ છે કોઈ વ્યક્તિ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવો.
ધાર્મિક માન્યતા અનુસાર યજ્ઞ "સવિતા" છે અને દક્ષિણા "સાવિત્રી" છે. (સવિતા -સાવિત્રીનો સંબંધ નીચે ફોટામાં આપેલો છે). એટલે કે યજ્ઞ વિના દક્ષિણા અને દક્ષિણા વિના યજ્ઞની સાર્થકતા નથી હોતી. યજ્ઞ કરી અને લોકો સવિતાને પ્રસન્ન કરે છે અને યજ્ઞ પછી દક્ષિણા આપી અને તેમની પત્ની સાવિત્રીને તેમને સોંપીએ છીએ.
દક્ષિણા હમેશા એક ,પાંચ, અગિયાર, એકવીસ, એકાવન ,એક સૌ એક, એક સૌ એકાવન જેવુ સામર્થય અનુસાર હોવી જોઈએ.
દક્ષિણામાં ક્યારે પણ શૂન્ય ન હોવું જોઈએ. જેમકે ૧૦/૫૦/૧૦૦...
અસ્તુ..
જય ભોળાનાથ...