ઢીંગલી... ( મારી ૨ વર્ષની દીકરીને અર્પિત )
કાજળનો ટિક્કો મારા કાળજાના કટકાને,
વારી જાઉં હું તો જોઈ એના હર લટકા ને.
ઝીણી ઝીણી આંખો, મધ્ધમ હસતાં હોંઠ,
કામણ વેર્યું લાગે, જોઉં જો એના મુખડાને.
શરમાતી, લહેરાતી, ઢીંગલી મારી પ્યારી,
નજરું ના લાગે કોઈની, મારા ચાંદ ટુકડાને.
મિલન લાડ. વલસાડ - સુરત.