શું હોય છે ઉદાસીમાં?
જાણ આવ આગાસીમાં.
વહેંચી દીધી ટુકડે ટુકડે,
આ માળાના વાસીઓમાં.
આવવું ઉપર ગણાતું,
પ્રેમની એક નિશાનીઓમાં.
દીવાલ પર દીવાલ છે,
દુઃખ આ કેવું રાશિઓમાં.
સ્થાન હતું જે મોભાનું,
ધકેલાતું ગયું દાસીઓમાં.
ધબકતી રહેતી સતત જે,
ભળી આજ ઉપવાસીઓમાં.
શ્રેયસ ત્રિવેદી
કોઈ સમયે જ્યારે શહેરીકરણ આટલું બધું ના હતું ત્યારે અગાસીઓનો દબદબો હતો,મોભો હતો. અગાસીનું સ્થાન ઘર જેટલું જ મહત્વનું હતું. આજે ફ્લેટો થતા અગાસી સાવ વિસરાય ગઈ છે.કદાચ આવનારી પેઢીઓને અગાસી એટલે શું સમજાવું પડશે. અગાસીની આ પરિસ્થિતીને આલેખતી થોડી પંક્તિઓ.
#matrubharti #hoshnama