માદક ભોળી.
------------------
મીઠા તુજ કાજળ ભર્યા શર્મિલ નેણ બીલોરી,
ઠમક ઠમક આવતા સરકાવતા પાલવ રાધા ગોરી....!
ડીંઘ રણકે તુજ સુંવાળા હાથોના કંગન,
તુ જો મલકાઈ તો લાગે ફાગણ ગાતો હોળી....!!
મહેંકી ઉઠે જ્યાં સાંભળે રજકણ તુજ પાયલનું નૂર,
ને સમાઈ મેઘ જ્યાં તું જુલફો સરકાવે કમર ઓરી.....!!!
બહેકી ઉઠે નિરખી તુજ રતુંમ્ડા હોઠને કાન્હો,
ભૂલે ભાન, જ્યાં સંકેલે અંગળાંઈ મધુર સમણામાં છોરી....!!!!
રાખ અંકુશમાં તુજ ગુલાબી ગાલોનું ખંજન પ્રિયે,
મળે ન મળે નજર ત્યાં તું દેતી શરમાઈ નજર ઢાળી.....!!!!!
રચાઈ છે તો મહેફિલ જ્યાં તુજ તસ્મસ્તું યૌવન હીંલ્લોળે.
છે, એજ રમતી મુજ નજરૂમાં, '' ભમરા '' થઈ એ મ્રુદુ ને માદક ભોળી.....!!!!!!