Gujarati Quote in Whatsapp-Status by bharat chaklashiya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનનું ઝરણું દિવસોના જળ વડે નાચતું કુદતું વહયે જતું હોય છે.એનો પથ ઘરાના ઢાળ મુજબનો જ હોય છે, મનચાહયા માર્ગે વાળવાની કોશિશમાં ક્યારેક રસ્તામાં જ સુકાઈ જાય છે.
એ હંમેશા ઉપરથી નીચે તરફ જ વહે છે, નીચેથી ઉપર ક્યારેય જતું નથી.એટલે ભૂતકાળ ભલે ગમે તેટલો રંગીન હોય પણ એ વીતી ચુકેલો સમય છે જે કયારેય પાછો ફરતો નથી.
જીવનની વર્તમાન ઘટમાળ ક્યારેક સાવ નીરસ અને કંટાળાજનક હોય તો એ આવનારા સમયની આગોતરી ઝલક હોય છે. સુનહરો સમય આવતા પહેલા કેટલોક સમય એવો પણ આવી શકે છે કે જે સહેવો ખૂબ મુશ્કેલ હોય છે અને જે માનવી પોતાની ઉપર વરસી રહેલા આ કઠણ કાળ ને સહી શક્તો નથી અને ઉતાવળીયો થઈને અવળું પગલું ભરી બેસે છે તે પોતાના સુંદર ભવિષ્યથી હાથ ધોઈ બેસે છે.
એટલે દુઃખ આવે ત્યારે એ દુઃખને ઓળખવું જોઈએ.કેમ કે હકીકતમાં એ કદાચ દુઃખ હોતું જ નથી.પણ મનનું કારણ હોઈ શકે.કારણ કે તમે જેને દુઃખ માનતા હોવ છો એના કરતાં પણ અનેકગણી મુશ્કેલીઓમાં અનેક લોકો મુશ્કેરાઈને જીવનને માણતાં હોય છે.
માનસિક અને શારીરિક કષ્ટ વેઠવાથી જ સાચા સુખનો આહલાદક અનુભવ પામી શકાય છે, જો તમે કદી અંધારું જોયું જ ન હોય તો પ્રકાશની તમને કોઈ જ કિંમત રહેતી નથી.એટલે સાચા સુખનો આનંદ લેવા માટે તમારે દુઃખનો પણ આસ્વાદ કરવો જરૂરી છે.
જીવન શુ પૈસા અને ભૌતિક સુખ સગવડોનું મોહતાજ છે ? ના, હરગિજ નહિ ! લોકો શા માટે જીવનભર પૈસા પાછળ દોડ્યા કરે છે એ સમજાતું નથી અને સમજાય છે ત્યારે સમય વીતી ચુક્યો હોય છે. થોડાકમાં પણ આનંદ અને ઉલ્હાસભરી જિંદગી જીવી જાણે એ જ જીવનનો મર્મ પામી શકે.

Gujarati Whatsapp-Status by bharat chaklashiya : 111035932
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now