કોઈ દેવી કે દેવતા પોતાની ખુશી માટે કદી પણ કોઈ જાનવરની બલી માગતા નથી.
આ પરંપરા આપણે માણસોએ જ કાઢી છે બસ કોઈ પણ આપણી માનતા હોય પછી તે નાની હોય કે મોટી તરત આપણે ભેંસ કે બકરાની બલી ચઢાવી દઈએ છીએ.
કારણ કે તે આપણી દેવી બલી થી ખુશ થાય ને આપણી માનતા પૂરી થઈ ગણાય...
આ એક અંધશ્રદ્ધા કહી શકાય
એટલા ડિજિટલ ની દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ ને હજી પણ બલી જેવી વાતો કરીએ છીએ તે બહુજ શરમ જેવી ઘટના ગણાવી શકાય.
નીચે આપેલ એક ફોટામાં તમે જોઈ શકશો કે કેવા હરતા ફરતા જાનવરો ને કાપીને તેમના ખાલી માથા એક હવનમાં મૂકેલા છે.
દેવ દેવતા ની સામે જાનવરની બલી ચઢાવવી કે કોઈનું લોહી માતાજીના ચરણોમાં ચઢાવવું એ બધું અંધશ્રદ્ધા નહિ તો બીજું શું...!
ક્યારે આવીશું આપણે આમાંથી બહાર...?