.....#... મારી અનોખીપ્રિત ....#.....
.................. એટલે..............
.....મારી મહાદેવ પ્રત્યેની આસ્થા....
હું જેવો ઉત્તરાંચલની ધરતી પર પગ મૂકું
એવો એક નવી જ દુનિયામાં હોવાનો એહસાસ થવા લાગે. જાણે આધ્યાશક્તિ અને મહાદેવ મારી માટે અહીંયા જ રોકાઇ ગયા છે, મને આ સંસારમાં મૂકી તો દીધો પણ મારી આસ્થાની ડોરથી બંધાયેલા એ જાણે મારા માવતરની જેમ દર વર્ષે શ્રાવણ માસમાં મારી 'કાગડોળે' રાહ જોતા હોય, એવી અનુભૂતિ થવા લાગે છે...
અને હું ય તે દર વર્ષે આખા સંસારની બધી મોહમાયા મૂકીને એક નવજાત શિશુની જેમ એમના ખોળે આળોટવા પહોંચી જાઉં છું...
અહીંના પહાડો, અસંખ્ય ઝરણાંઓ, ખળખળ વહેતી મંદાકિની નદી, વાદળોની વચ્ચેથી પસાર થતાં ઉબડ-ખાબડ રસ્તાઓ ,અને છેલ્લે હિમાચ્છાદિત શિખરો... આહાહાહાહા....
પ્રકૃતિની ગોદમાં જાણે સ્વર્ગની અનુભૂતિ કરતો જીવ, ધીરે ધીરે મહાદેવના ખોળે રમવા રઘવાયો થતો જાય છે...
૧૬ કિલોમીટર ચાલીને પહાડ કેમનો ચઢાઇ ગયો કંઈ ખબર જ ના પડે... જાણે વનદેવી તમને ખોળે બેસાડીને ઉડતાં ઉડતાં છેક ચોટીએ મારા મહાદેવના ચરણોમાં મૂકી ગયા હોય એવું લાગે...
કોઇ કંપનીના સેલ્યુલર નેટવર્ક ના મળે સાહેબ...
બસ એકજ મળે...
મહાદેવ થી મહાદેવ નું નેટવર્ક....
આખી દુનિયાથી પરે... મારા કેદારના દ્વારે...
બસ દુ:ખ એક વાતનું છે કે હવે પછીના ૩ વર્ષ સુધી આવા માવતરના ખોળાથી વંચિત રહીશ....
પણ મારા માવતરનું મન રાખવા અને મને બનાવનારને બનાવવાનો એક નાનો એવો પ્રયાસ કરીશ....
કેવી રીતે???
હા મિત્રો, તમે કહો છો ને કે તમને શબ્દોની સાથે રમવાની કળા છે...તમે કોઇના હાથમાં ના આવો...હંમેશા છટકી જાવછો.. તો બસ એજ શબ્દોની કળા સાથે બે લીટી લખી નાખું છું...
જોઇયે કે મહાદેવ પાસેથી છટકી શકાય છે કે નહિં...
.....#....'બસ હું ખુશ છું'....#....
આકાશ ભણી ઉડાન ભરવા જાઉં છું,
તું નથી તો શું તારી પ્રિત તો છે,બસ હું ખુશ છું...
જાણું છું કોઇ નથી મારુ, એ ફિરંગી મલકમાં,
તારા આશિર્વાદ તો છે,બસ હું ખુશ છું...
ત્યાંની સભ્યતા હોય ભલેને ભિન્ન,
મારામાં તારા સંસ્કાર તો છે,બસ હું ખુશ છું...
છે તારાથી,મિત્રોથી દૂર જવાનું દુખ અપાર,
તોય આપ સૌનો પ્રેમ તો છે, બસ હું ખુશ છું...
છે માવતર જેવી તનેય મારી ફિકર,
પણ કાં ભૂલે કે હુંય તારો જ અંશ છું...
તું જગતનો તાત ભોળો ભંડારી છે,
તો હુંય ભોળાનો ભકત છું,
મહાદેવની મસ્તીમાં મસ્ત છું બસ હું ખુશ છું...
...#... હર હર મહાદેવ મિત્રો...#...
મારી જેમ જ ખુશ રહેજો અને પોતપોતાના ઇષ્ટની મસ્તીમાં મસ્ત રહેજો...
હું પણ તમારાથી દૂર રહીને પણ ખુશ જ છું ને???
તો તમે કેમ ના રહી શકો???
અને અંતમાં... કઇંક નવું...
' તો શું થયું જો મારા મકાઈના ખેતરમાં વીજળી પડી,
જો ને આખું ખેતર 'પોપકોર્ન'થી ભરાઈ ગયું,બસ હું ખુશ છું...'