અટલજીના સ્વધામ થયાના સમાચાર સાંભળી તેમના આત્માની શાંતિ માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર જેવા તમામ સોશિયલ મીડિયામાં અટલજીના મૃત્યુ ઉપર આપણો દેશ શોકમગ્ન છે..... મને પણ અટલજીના સ્વર્ગવાસ થવા ઉપર ઘણું જ દુઃખ થયું...... ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પહેલા એક કવિ તરીકે હું એમને માન આપીશ....
આપણો દેશ પ્રાર્થનાઓમાં માને છે, વર્લ્ડકપની ફાઇનલ મેચમાં જો ભારત પહોંચી ગયું હોય તો કેટલાય હોમ હવનો કરવા લાગી પડે છે, કોઈ મોટો ફિલ્મસ્ટાર જો હોસ્પિટલમાં દાખલ હોય તો આમરણ ઉપવાસ અને પ્રાર્થનાઓ શરૂ કરી દે છે, અને ચમત્કાર પણ થતા આ દેશની જનતાએ જોયા છે. મુદ્દે વાત આપણો દેશ પ્રાર્થનાઓમાં માને છે, ઘરેથી બહાર કોઈ સારા કામ માટે જઈએ તો પણ મોઢું મીઠું કરીને અને ભગવાનના મંદિરમાં માથું ટેકવીએ છીએ, રસ્તામાં આવતા કોઈ મંદિર કે કોઈની નનામી દેખાતા આપણે પ્રાર્થના જરૂર કરીએ છીએ.
ઘણાં લાંબા સમયથી અટલજી બીમાર અવસ્થામાં હતાં, એ આખો દેશ જાણતો હશે, પણ ત્યારે મેં એમના સ્વસ્થ થવા ઉપર કોઈ પોસ્ટ જોઈ નહોતી, આજે તેમના આત્માની શાંતિ માટે જેટલી પોસ્ટ જોઈ રહ્યો છું તે જોઈને યમરાજ પણ વિચારમાં પડી ગયા હશે કે 'ભારત દેશમાંથી એક મહાપુરુષને હું અહીંયા લઈ આવ્યો.' ભલે આપણે દેખાદેખીમાં પોસ્ટ કરતાં હોઈએ કે સાચા દિલથી એ વાત સાથે મને કોઈ નિસબત નથી, પણ જો દિલમાં સાચી લાગણી હતી તો તેમના બીમારીના સમયે કોઈએ કેમ પ્રાર્થના ના કરી ??? કદાચ ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળી લેતો !!! આપણે તો પ્રાર્થનાઓમાં માનીએ છીએ ને ?????
@નીરવ પટેલ 'શ્યામ'