દરિયો દેખાય, આકાશ દેખાય,
તોય ક્ષિતિજ પર ક્યાં પહોંચાય છે?
તારા દેખાય, ચંદ્ર દેખાય,
તોય આકાશમાં ક્યાં ઉડાય છે?
વાદળ દેખાય, વીજળી દેખાય,
તોય વરસાદ ક્યાં વર્તાય છે?
ઉપવન દેખાય , ઝરણે વહેવાય,
તોય ફૂલ બની ક્યાં મહેકાય છે?
મંદિર દેખાય, મસ્જિદ દેખાય,
તોય માણસાઈ ક્યાં દેખાય છે?