Happy Mother's Day
માં વિશે તો શું લખાય મિત્રો લખીએ એટલું ઓછું પડે પણ આજે ટૂંકમાં બે ત્રણ મુદ્દા કહેવા છે.
અેક માં એ છે. જે જન્મ આપે છે.બીજી માં જે આપણને સારૂ ખોટું શીખવે છે.આ બીજા નંબરની માં એ દાદી , શિક્ષિકા કે અન્ય ખાસ સ્ત્રી જે આપણી લાઈફ પરફેક્ટ બનાવવા મથે છે.
જ્યારે બાળક અટકે ત્યારે એ ધક્કો મારે સલાહ આપે સાચી સમજ આપે અને પ્રોત્સાહન પૂરૂ પાડે...બાકી તો માં વિશે તમે બધુ જાણો જ છો કવિઓ લેખકોએ માં વિશે ઘણું લખ્યું છે. પણ મારે બીજી જ આજે વાત કરવી છે. વાતનાં મુદ્દા કદાચ તમે સમજી શકશો.એવી આશા રાખુ છું ......
(1) મિત્રો બને તો ઓછું લાવી ઓછું ખાજો પણ કોઈ માં ને બાપને વૃદ્ધા આશ્રમ નાં બતાવતા કારણ તમારી ખુશી માટે એ ત્યાં રહીશે પણ તમારા ઘરનાં બાળકોને જે સંસ્કાર, પ્રેમ દાદા-દાદી પાસેથી મળે છે. એ તમે છીનવી લેશો એનું પરિણામ એ કે તમારા બાળકો એકલવાયા સ્વાર્થી બનતા બહું વાર નહીં લગાડે ...
(2) નવા નિયમો લોકોએ પાડયા છે ખરેખર શરમ આવવી જોઈએ માં -બાપના ખાવા રહેવાના વારા કાઠયા છે. છ મહિના એકના ઘરે પછી બીજાના ઘરે ....સંતાન ચાર હોય કે બે હોય માં - બાપે કયારેય વારા નથી કાઢયા ......દરેક બાળક સારી રીતે જીવે એની માટે મજૂરી જરૂર કરી હશે......
(3) માં - મોટા દિકરા સાથે રહે તો બાપા નાના દિકરા પાસે જે સમયે તેમને એક બીજાનો સાથ જોઈએ એજ સમયે પોતાના જ સંતાન તેમને અલગ કરે .......
બસ આ ત્રણ બાબત સુધરે તો રોજ મધર્સ ડે ફાધર્સ ડે હોય ....
Thank you coming my life all lady's love u
Mom thank you become try to make perfect my life