કયારેક માણસને પોતાના જીવાતા જીવનનો જ થાક લાગતો હોય છે... માણસ સમુહમાં અને ટોળામાં જીવતો પણ એકલો પડી જાય છે.. કયારેક પોતાના પરિવારના કંકાસથી કંટાળી જાય છે તો કયારેક દુનિયાથી... તો કયારેક પોતાની ઈચ્છાઓથી.. તો કયારેક જવાબદારીઓ અને સમાજના નિયમોથી.. હજારો ખ્વાહિશો અને સપનાઓ છે પણ કોઈક કોઈક લોકો માટે આ આઝાદી જ કયા હોય છે... ખુદના વજુદનુ પણ અહીં કોઈ મુલ્ય નથી... માણસ મશીન બનતો જાય છે.. પોતાની અંદર શું છે તે કયા જુએ છે... બસ રોજ માણસને દબાવવામાં જ આવે છે કે જે સામાન્ય લોકો જીવે છે તેમ જ જીવ... પોતાના comfort zone માંથી બહાર જ નિકળવા નથી દેતા... દરેક માણસને સપના જોવાની અને સાથૅક કરવા આઝાદી મળવી જોઈએ.. જેની પાસે કોઈ સપનું નથી એ દુનિયાનો સૌથી ગરીબ માણસ છે... ભલે તે મોટું હોય કે નાનુ.. દબાવમાં જીવતા માણસની કોઈ ઓકાત નથી રેતી કઈ કરી શકે.. અહી રોજ સવારે મરવા માટે ઉઠી જીદંગી જીવવાનો પ્રયાસ કરવો પડે છે... પોતાની મરજી અને આઝાદી મુજબ જીવવું ખુબ જ ખમીરી નુ કામ છે તેની કિંમત પણ ચુકવવી પડે છે.. કોઈક મહાન લોકો જ આ કરી શકે છે.. કારણ કે માણસ ડરપોક છે પોતે હારી જશે તો.. અસફળ બનશે તો.. આવા વિચાર જ પાછળ પાડે છે.. આ આઝાદીની લડાઈ ખુદ માટે લડવાની હોય છે લાગણીઓ અને ભાવનાઓ માં વહી જાય તો એનો મતલબ નથી.. કયારેક પોતાના લોકો અને ખુદથી પણ લડવું પડે.. દરીયામાં કુદી પડવુ પડે હજારો પ્રયત્ન બાદ સાચા મોતી મળે છે એવી રીતે હારજીત ગૌણ છે પણ લડવું જરૂરી છે... યુદ્ધના મેદાનમાં સાચો યોદ્ઘો કા તો જીતે છે કા તો બ્રંહ્માડ ને પાર કરિ મોક્ષ પામે છે... એમ જીવન કુરૂકક્ષેત્ર છે.. જેમ કુષ્ણએ બધા રીતીરિવાજો તોડી પોતાનો રસ્તો બનાવ્યો.. પોતાના આત્માની ચોખાઈથી રહયા.. ધર્મ ને કમૅ નો રસ્તો બતાવ્યો...