પ્રિય દોસ્તો ,
મધર્સ ડે માત્ર એક દિવસ પૂરતો છે?
માતા એ નવ મહિના પોતાના ગર્ભમાં રાખ્યા બાદ એક કુમળી કળીનો જન્મ થાય છે અને તેને પુષ્પ બનતા વર્ષોના વર્ષો જતા રહે છે એ પુષ્પની સુગંધ સુવાસિત હંમેશ રહે એ જવાબદારી આપણી છે, માતા તો પાલનપોષણ કરી પુષ્પ બનાવી આશીર્વાદ આપે છે સદેવ સુખી થાજે
એ આશીર્વાદ આપનારની સુગંધ તું થાજે,
અત્તરની પણ જરૂર ન પડે એ સ્પ્રે તું થાજે
પગ ન ચાલે ત્યારે એક પગથિયું તું થાજે
આંખ કામ ન કરે ત્યારે ચશ્મા તું થાજે
હાથ કામ ન કરે ત્યારે લાકડી તું થાજે
#DSK