---
#"આત્મીયતા તો અલંકાર"#
સવારનો મંત્ર ##
જો તમે લોકોનો ન્યાય કરશો,
તો કોઈ તમારું નહીં હોય.
જો તમે લોકોને સમજશો,
તો દરેક વ્યક્તિ તમારી હશે.
સમજવાની આદત કેળવો,
અને તમે તમામ સંબંધોમાં શાંતિ
અને પ્રેમનો અનુભવ કરશો.
હા, કોઈને અજમાવવા નહીં.
ફક્ત વિશ્વાસ રાખો.
લોકો જેવા છે તેવા જ સ્વીકારો.
કારણ તમારે કોઈનું અનુસરણ નથી કરવાનું,
ફક્ત તેના વિચારના વખાણ કરવાના છે.
"હા, તમે બરાબર કર્યું" કહેવાનું છે,
તો જ તમારા સંબંધ મજબૂત બનશે.
અને તમે તેને અનુસરતા ન હોવા છતાં,
એ તમારી આત્મીયતા અનુભવશે.
દુનિયામાં સૌથી પહેલી જરૂરિયાત
બધા સાથેની આત્મીયતા જ છે.
અને બીજાને આત્મીય બનાવવા કરતા
તમે ખુદ કોઈના આત્મીય બનો.
કારણ આત્મીયતા જ એક અલંકાર છે.!!
---
## જયશ્રી કૃષ્ણ ##