---
∆જીભથી સુગંધ સુધી∆
ફૂલોનું જીવન ખૂબ નાનું હોય છે.
છતાં એ સુગંધ ફેલાવતું હોવાથી
બીજાના શ્વાસોમાં મુક્ત વિહાર
કરે છે.
અજાણ્યા સાથે દોસ્તી કરી તેમના
દિલમાં સ્થાન બનાવી શકે છે.
ફૂલનું નામ ગમે તે હોય, પણ તેનું
સ્થાન દરેકના ચિત્તમાં રહે છે.
કારણ ફૂલ એ પોતાની સુગંધના
હથિયારથી હર કોઈને નાબાદ
હાંસિલ કરે છે.
માણસ પોતાની જીભને હથિયાર
બનાવી કત્લેઆમ કરીને
જનાબે જીગર જીતી શકે છે, અને
ઘણા તેનાથી રૂઠી પણ શકે છે.
કારણ જીભ પાલતુ જાનવર છે!
કોના ઉપર હુમલો અને કોના પર હેત
વરસાવવું એ તમારા હાથમાં છે.
ફૂલોની જેમ જીભ જો સુગંધ જ ફેલાવે,
તો ફૂલોનું સ્થાન બીજું બની રહે.
માણસ મટીને ફૂલની જેમ મહેકતો,
મશરૂમ નહીં પણ મશહૂર બની રહે.
---
જય માતાજી💐