કોઈને પ્રેમ કરવું,
મંદિરના પગથિયાં ચઢવા જેવું—
દરેક પગથિયે છે આશા, અનિશ્ચિતતા,
અને હૃદયની નાની નાની ઝંખના.
ખબર તો ક્યાં પડે,
કે અંતે ભગવાન મળશે કે નહીં?
તે જ રીતે,
દિલનો દીવો,
જેનાં માટે પ્રગટાવ્યો છે,
તેના સુધી પ્રકાશ પહોંચશે કે નહીં.
તોય છતાં,
હૃદયની અંદર એક અજ્ઞાત શક્તિ,
આગળ ધપાવતી રહે છે—
પૂરી શ્રદ્ધા, પૂરા વિશ્વાસ સાથે,
પ્રેમની નમ્ર યાત્રા આગળ વધતી રહે છે.
પ્રેમ એ ખાતરીનો માર્ગ નથી,
એ તો આસ્થા અને લાગણીઓની મુસાફરી છે
જ્યાં ચમત્કારો પગલાં રૂપે મળે,
અને અંતે સમજાય,
કે ભગવાન મળે કે ન મળે…
પ્રેમ નો અનુભવ થવો જ,
સૌથી મોટો દર્શન છે। .
ભગવાન અને તું બને સરખા છે
એ પણ મારી તારા પ્રત્યે ની લાગણી
ન સમજી શક્યા અને તું પણ
ના સમજી શકી....
@શબ્દો_ની_પાર✍️