આસ્થા અને લોજીકને ૩૬નો આંકડો છે .

ખુબજ ભણીગણીને જ્ઞાની થઈને માણસ આસ્થાના સ્થાને લોજિકને રાખવા ઈચ્છે છે.

હવે લોજીકની ભાષામાં કહું તો પાવર ઓફ સબકોનશિયસ માઈન્ડ પુસ્તકમાં લખ્યું છે એમ સતત એ બાબતે વિચારતા અને રટણ કરતાં રહેવું જોઈએ કે જે આપણને જોઈએ છે. અને એ વિચાર કરતાં રહીએ તો આપણું મન વાણી વચન એ બાબત પ્રમાણે આપણી દિનચર્યા ગોઠવશે અને એક દિવસ આપણે એ બાબતને પ્રાપ્ત કરીશું.

એક પ્રખ્યાત અંગ્રેજી પુસ્તક દ સિક્રેટ માં પણ એ સિક્રેટ કહે છે જે શાહરૂખ ખાન ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં કહે છે કે તમને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોઈએ તો એવી રીતે એનું સ્મરણ રટણ કરો કે આખી દુનિયા તમને એ મેળવવા કે મળવા મદદ કરે. આ એક સતત સ્મરણની એક્સરસાઇઝ છે, અને સિક્રેટ પુસ્તકના લેખકનું કહેવું છે કે આ ફોર્મ્યુલા કામ કરે છે. અહીં આસ્થા કરતા વિચારોના ચુંબકીય અસરની વાત છે.


જ્યારે આસ્થાની દૃષ્ટિએ આપણને જે જોઈએ એ ઈશ્વરથી માંગીએ, સતત માંગતા રહીએ અને કોક દિવસ ઈશ્વર આપણને આપી દેશે, આ બાબતે આસ્થા પ્રિય વ્યક્તિ દૃઢ વિશ્વાસ ધરાવે છે કે ઈશ્વર એની સાંભળશે.

એટલે વાત એકજ છે પણ જે વાતો આપણાં પુરાણ અને વેદોમાં છે, એ વાંચનારને ઓલ્ડ ફેશન લાગે છે જ્યારે અંગ્રેજી પુસ્તક વાંચીને અઘરી બાબતોનું દૃષ્ટાંત વધુ જ્ઞાન દર્શાવી શકાય એવું છે.

વિશ્વાસ અને આસ્થા સરળ છે, અહીં વ્યક્તિ નહીં ઈશ્વર પર વિશ્વાસ છે જ્યારે સબકોંશિયસ માઈન્ડ ટ્રેન કરવામાં માનસિક કસરત અને કોંશિયસ એફર્ટ છે.

તમે શું કરશો?

Gujarati Thought by Mahendra Sharma : 111852991

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now