https://www.facebook.com/114094303826520/posts/375078274394787/?sfnsn=wiwspmo


કેનેડામાં નંબર ૧ ગુજરાતી સાપ્તાહિક ગુજરાત ન્યૂઝલાઇનમાં પ્રકાશિત થયેલ મારી એક રચના .
સંપાદક શ્રી લલિતભાઈ સોનીનો તથા કૌશિક શાહ (USA) સૌજન્યથી... આનંદ અને આભાર😊🙏.

શીર્ષક - અમે બાળુડાં મમ્મી પપ્પાના.

મમ્મી મારી રસોઈની રાણી વાનગી બનાવે અવનવી,
પપ્પા મારા ગીતો ગાતા સંભળાવે નવી ગાથા.

રોજ સવારે શાળાએ જતાં આશીર્વાદ અમે લેતાં,
માતાપિતાના આશીર્વાદથી રોજ ઉર્જા નવી મેળવતા.

શાળામાં તો શિક્ષક પીરસે જ્ઞાનગંગાનું ભાથું,
શિક્ષણ સાથે રમતાં રમતાં શિખવે નવું નજરાણું.

મમ્મી મારી રસોઈની રાણી વાનગી બનાવે અવનવી,
પપ્પા મારા ગીતો ગાતા સંભળાવે નવી ગાથા.

સભ્યતા શિસ્તના પાઠ ભણાવી સંસ્કારોનું સિંચન કરતા,
શિક્ષકો પણ માતાપિતા સમાન વ્હાલ અમને કરતા.

શાળાએથી ઘરે આવીને મિત્રો સાથે રમતા,
રોજ નવી નવી રમતો રમતાં હળીમળીને સૌ રહેતા.

મમ્મી મારી રસોઈની રાણી વાનગી બનાવે અવનવી,
પપ્પા મારા ગીતો ગાતા સંભળાવે નવી ગાથા.

આરતી ટાણે મંદિરમાં જઈ પ્રભુભજન અમે કરતા,
પુજારીજી રોજ અમને પ્રસાદી આપી હરખાવતા.

રાત્રે જમીને અગાશીમાં સૂતા દાદા દાદી લાડ લડાવતા,
બાળવાર્તાઓ અમને કહીને જિંદગીના પાઠ શિખવતા.

મમ્મી મારી રસોઈની રાણી વાનગી બનાવે અવનવી,
પપ્પા મારા ગીતો ગાતા સંભળાવે નવી ગાથા.

સવાર પડેને મમ્મી પપ્પા માથે હાથ ફેરવી જગાડતા,
ફરી એ જ અમારી દિવસભરની ક્રિયા દરરોજ કરતા.

મમ્મી મારી રસોઈની રાણી વાનગી બનાવે અવનવી,
પપ્પા મારા ગીતો ગાતા સંભળાવે નવી ગાથા.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
"રાહગીર".
કલોલ.

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111766305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now