એક છોકરી મમ્મી ની જાન ,પપ્પા ની શાન,
છતાંય દુનિયા ના પ્રશ્નો થી છે પરેશાન...

" દુનિયા ના પ્રશ્નો..?"

સપનાઓ એ પણ જોઈ શકે છે સાકાર એ પણ કરી શકે છે, બરાબરી એ પણ લઈ શકે છે...પણ એના માટે એને સામનો કરવો પડે છે એક પ્રશ્ન નો કે દુનિયા છું કહેશે...અને વાત બસ માત્ર ત્યાં આવીને જ અટકી જાય છે
યાર જવા દે ને છોકરી છે એ શું કરશે?

અરે ૧૨ સુધી તો બહુ છે એ આગળ ભણી ને સુ કરશે?
અરે આ પ્રશ્ન તમે કરો છો ? શું તમે આગળ ભણી આઇપીએસ કે પીએસઆઈ ના બની શક્યા એટલે..? અરે એ કદાચ આગળ ભણી તમારા થી આગળ નીકળી જશે એનો ડર તો નથી ને? કે પછી ગરમાગરમ જમવાનું કોણ બનાવી આપશે એની ચિંતા..?શું નથી ને આ પ્રશ્નો નાં જવાબો...?

અરે રેવા દે છોકરી છે આ ફિલ્ડ માં ના જ જવાય...
એવું કેમ, તમે પણ જાણો છો કે આજે છોકરીઓ દરેક જગ્યા ઉપર પોતાની ફરજ બજાવી જ રહી છે તો આ સવાલ ક્યાં સુધી વ્યાજબી લાગે છે...કે પછી એ છોકરાઓની બરાબરી કરી શકે એ તમને હજમ નથી થતું?ફિલ્ડ કંઇ છે એ કંઇ મેટર નથી કરતું, તમારી મેન્ટલી ટી જ ત્યાં અટકી રહી છે...

અરે, ટ્રાવેલિંગ આ કેવી રીતે કરશે...?આ પ્રશ્ન કરતા પહેલા વિચાર નાં આવ્યો કે અવકાશ માં જનાર પહેલી વ્યક્તિ કલ્પના ચાવલા હતી અને એ પણ એક છોકરી જ હતી ને કેમ..?છોકરીઓ છોકરા સાથે ખભે ખભો મિલાવીને બધું જ કરી શકે છે વાત માત્ર હિંમત થી તમારા આવા નકામા પ્રશ્નો નો સામનો કરવાની જ છે...અને એની સાથે પણ આજે છોકરીઓ આગળ નીકળી જ ગઈ છે....
૩ કલાક નો સફર આ કેમનો કરશે? કેમ ૩૧ દિવસ ૧૪ કલાક અને ૫૪ મિનિટ ની અંતરિક્ષ માં સફર કરનારી એક છોકરી જ હતી ને...ડર એનામાં નથી હોતો પણ એને લોકો જીવતો કરે છે, બાકી મોત ને સાથે લઈ જનારી એક દીકરીનું સાહસ જ આ બતાવી દે છે કે એક છોકરી ધારે તો કંઇ પણ કરી શકે છે....


મોડેલિંગ તો થાય જ નહિ યાર દુનિયા શું કહેશે?
પહેરશે એ શોર્ટ્સ કપડાં...નાં યાર બધા લોકો જોશે... આપણા દેશ પર અનપઢ નેતાઓ રાજ કરે છે એના કારણે જ...ના દેશ ની સ્થિતિ બદલાઈ અને તમારા જેવા આવી નીચી સોચ રાખનાર ના કારણે ના લોકો નો નજરિયો બદલાયો... ટોપ મોડલ માં ભાગ લઈ જીતનાર ભારત દેશ ને પ્રેસંટ કરનાર મિસ વર્લ્ડ ૧૯૯૪ નો કિતાબ જીતનાર એશ્વર્યા રાય બચન પણ એક છોકરી જ હતી એ પણ કોઈની દીકરી જ હતી...વાત કપડાં ની ના કરો જ્યારે ખરાબી તમારી નજર માં હોય...

જો એ ૯ તો ૫ ની જોબ કરશે તો આ ઘરનું કામ કોણ કરશે?બસ આ એકમાત્ર કારણ હોય શકે કે તમે એમને રોકી શકો...અને એક સ્ત્રી કામ સાથે પણ ઘરનું ધ્યાન રાખી શકે છે એ પણ પુરુષ થી પણ સારી રીતે બસ એને પરિવાર નો સાથ મળવો જોઈએ તો એ સપના પણ સાકાર કરશે અને ઘર પણ...એ જ વાત મિશન મંગળ માં વિદ્યા બાલન ના કિરદાર પરથી શીખવા મળે છે ...


વધુ વાંચવા dm msg kro....

Gujarati Book-Review by RJ_Ravi_official : 111748990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now