*_હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે,*
*ચા પીવાના શોખીન હતા. ખુબ ચા પીએ.*_
_*કોઈએ તેમને એક વાર કહ્યું, "જ્યોતીન્દ્રભાઈ ચા તો ધીમું ઝેર છે."*_
_*જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપેલો, "તે આપણને ક્યાં ઉતાવળ છે!"*_
😅😁
_*ચા ના શોખીન મિત્રો ને સમર્પિત .👍
શ્રી ગુણવંત શાહે એક વાર કહેલું કે -........
ઉમળકા વિનાનો યુવાન વ્રુદ્ધ છે
ઉમળકા વિનાની યુવતી વિધવા છે
ઉમળકા વિનાનો શિક્ષક એક પગારદાર રીંગ માસ્ટર છે
હદય રોગ ત્યારે જ થાય કે જ્યારે ઉમળકો ખતમ થઈ ગયો હોય !
હદય ના હુમલા થી બચવું હોય તો ઉમળકો ઉછેરવો પડે !
ઉમળકો ઉછેરવાની રૂતુ.....એટલે વસંત રૂતુ.
આજથી ઉમળકો ઉછેરવાનો પ્રારમ્ભ કરીએ !
ઉમળકા વાળા વ્યક્તિનો ક્રોધ સારો પણ , ઉમળકા વિનાના વ્યક્તિનું અમસ્તું સ્મિત પણ ભારે જોખમકારક સમજવું !
🌷
લોન ઉપર લીધેલી
ખુશીઓના હપ્તા
ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી
*જીવવા જેવી*
લાગે છે !
ના પાડ્યા પછી પણ
પરાણે એક કોળીયો મોઢામાં મૂકી,
કોઈ નજીકનો ખાસ મિત્ર
" ખવાય જશે " એવું કહે...
ત્યારે જિંદગી
*જીવવા જેવી*
લાગે છે !
જ્યારે વર્ષો જુનો મિત્ર
ફોન કરીને કહે કે -
"ચાલને યાર,
એક વાર પાછા 'મળીએ'..."
ત્યારે જિંદગી
*જીવવા જેવી*
લાગે છે !
બે ટંક અનાજ માટે
ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજા
ની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી
*જીવવા જેવી*
લાગે છે !
હોસ્પિટલના ખાટલા પર
' મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી
*જીવવા જેવી*
લાગે છે..
👉 આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર 😅
'સ્મિત' આવી જાય...
ત્યારે મને
મારી જિંદગી
*જીવવા જેવી*
લાગે છે...
..ચાલ ને જીવી લઈએ
*જિંદગી*
🌹કારણ...?.?.?.
*જિંદગી*
જીવવા જેવી જ છે.🌹
🙏🙏🙏