તારું નિર્દોષ હાસ્ય મારા અંતરપટ ને
ખુશી ના હિલોળે હિચોળે છે.....
તારું નિર્દોષ હાસ્ય તિમિરમાં ડૂબેલા
મનને પ્રકાશપુંજ ની સફરે લઈ જાય છે
તારું નિર્દોષ હાસ્ય ઉદાસીનતા ને
હડસેલી ઉત્સાહ ભરે છે.....
તારું નિર્દોષ હાસ્ય વ્યથિત આંસુ ને
વાત્સલ્ય મિશ્રિત અશ્રુ માં ફેરવે છે
તારું નિર્દોષ હાસ્ય જીવન સંચાર
દિપકને પૂરું પાડતું ઉંજણ છે......
-Shree...Ripal Vyas