•કડવું સત્ય કે હકીકત?
૨૦૨૦ આ વર્ષ યાદ આવતાં સમગ્ર માનવજાત થરથર કંપી જાય કેમકે આ એ જ વર્ષ છે જ્યારે આધુનિક યુગમાં કોરોના કાળ બનીને વરસ્યો.આ દરમિયાન લોકડાઊન,બેરોજગારી,ભૂખમરા અને ભાવવધારા જેવી સમસ્યાઓએ ઘણી જીંદગીઓને વીંધી નાખી સાથોસાથ લોકોને ભગવાનમાં મરેલી શ્રધ્ધાને જાગૃત કરી.બધી દવાઓ અને વિજ્ઞાન કોરોના સામે ટૂંકા સાબિત થયા.આ તો રહી કોરોના કાળની વાત પરંતુ તેનું ફ્લેશબેક પહેલાનું વિચારો બધા માનવીનું જીવન તો કે તેના કર્મો....હા અત્યાધુનિક યુગમાં વર્ષો પહેલાના શ્રી મદ્ ભગવતગીતાના કર્મના સિધ્ધાંતે નવું અસ્તિત્વ ધારણ કર્યું જે કોઈપણ માનવજાત એકેય હદે સ્વીકારવા તૈયાર નથી,પરંતુ છે તો હકીકત જ. જેવું કરશો તેવું ફળ પામશો,ફળની આશા ન રાખ ફક્ત કર્મ કર આ સિધ્ધાંતનો અમલ આપણે કેવી રીતે કર્યો?તેનું પરિણામ સ્વરૂપ એટલે જ કોરોના.કોઈપણ પરિક્ષાનું પરિણામ જાહેર થાય તેના પરથી તમામ વિધાર્થીઓની ભણતર ક્ષમતા નક્કી થાય છે.માટે એટલું તો નક્કી જ છે આપણે ગમે તેટલા હોશિયાર બનીને આગળ વધીએ પરંતુ ભગવાનના ઘર એટલે કે પૃથ્વીના તો મહેમાન જ રહેવાના તે પછી કોઈ રાજા હોય કે રંક હે માનવ અભિમાનમાં તું ન ફર.....

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Blog by Jayrajsinh Chavda : 111718222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now