આજે તો એવું થયું ....

આજે તો એવું થયું ....

સુરજ સાંજ ઢળેય એમનો એમ જ રહ્યોં;
ને આકાશ આખુંય એમ જ આથમી ગયું.

સાવ કોરો કાંઇ કેટલીયે તકલીફોમાં રહ્યોં;
ને આંખે આનંદ નું અશ્રુ એક આવી ગયું.

સિકંદર જેમ જીતવા વિશ્વ રખડતો રહ્યોં;
ને જીત્યો સ્વ, સઘળું જાણે જીતાઈ ગયું.

સૌની ખુશી નું ખુબ જ ધ્યાન રાખતો રહ્યોં;
ને સૌની ખુશીમાં, ખુશીનું કારણ મળી ગયું.

શબ્દ શાનદાર હતો તો પણ નિરર્થક રહ્યોં;
ને મૌન મારું અનોખી અસર બતાવી ગયું.

- યોગેશ બી ઠક્કર 😊

આમાં થી તમારી ફેવરિટ પંક્તિ કંઈ ???

તમે પણ આમાં ઉમેરો કરી શકો છો.

પ્રયત્ન કરો

which one is your favorite line ???

you can also add something in it.

try it.
#આજે #તો #એવું #થયું #....

Gujarati Poem by Yogesh DB Thakkar : 111690155
Yogesh DB Thakkar 3 year ago

"આજે તો એવું થયું ...." જવા નીકળ્યો ઘરે ને ઘર સામેથી લેવાં આવ્યું; યોગી બસ બુંદ સ્નેહની તરસ ને લાગણીઓ નું પૂર આવ્યું. - યોગેશ બી ઠક્કર 😊

Yogesh DB Thakkar 3 year ago

Thanks kp ji 😊😊

Yogesh DB Thakkar 3 year ago

Thank you so much megha😊😊

Yogesh DB Thakkar 3 year ago

Superb Bhakti S 👌👌👌😊😊

Bhakti Soni 3 year ago

આજે તો એવું થયું જિંદગીની કપરી સીડી ચડતાં એક સહારો મળી ગયો!

Yogesh DB Thakkar 3 year ago

🏌️🏏↕️🔄🔄

Yogesh DB Thakkar 3 year ago

Most comments 29😊😊

Yogesh DB Thakkar 3 year ago

આભાર 😊😊

Yogesh DB Thakkar 3 year ago

Thank you again😊😊

Yogesh DB Thakkar 3 year ago

Thank you AB ji 😊😊

Yogesh DB Thakkar 3 year ago

Thank you so much snehal mam 😊😊

Yogesh DB Thakkar 3 year ago

😇 *આતો યોગી ની કરામાત* *કાચું લખતા લોકો પંક્તિ લખતા શીખ્યા* 😇😊 - kaushik soni 😊

Yogesh DB Thakkar 3 year ago

Thank you amit j 😊😊

Yogesh DB Thakkar 3 year ago

આજે તો એવું થયું .... કે પહેલીવાર આજે એક પંક્તિ પણ લખાઈ નહતી મારાથી અને "યોગી"ના શબ્દો વાચી પ્રાસમાં શબ્દો ટાંકી દીધા... - P. K... 😊😊😊

Yogesh DB Thakkar 3 year ago

આજે તો એવું થયું .... છેડાયાં શબ્દરચના નાં રંગ *યોગી* નાં કારણે..... ને જાણે જગ આખુ એમાં રંગાતું ગયું.... - Girish Bhati😊😊

Yogesh DB Thakkar 3 year ago

આજે તો એવું થયું, ..... નોટ બંધી ની લાઈનો ક્યાં સ્મશાન ની લાઈન માં ફેરવાઈ ગઈ, શહેર ના રસ્તા સૂમસામ અને હોસ્પિટલો હાઊસફુલ થતી ગઈ. - જનક ઠક્કર 😊😊

Yogesh DB Thakkar 3 year ago

આજે તો એવું થયું .... મળતા લોકો ના મળિયા ના મળતા લોકો ને બાના મળિયા કોરોના ના તે તો જબરા કામ કરિયા 😅😅😅😂😂😂 - kaushik Soni

Yogesh DB Thakkar 3 year ago

આજે તો એવું થયું. ... આંખો તળાવ નથી તો પણ ભરાઈ જાય છે... હૃદય બગીચો તો નથી પણ મિત્રો ની યાદોથી ખીલી જાય છે... - JC Chaudhari 😊😊

Yogesh DB Thakkar 3 year ago

#આજેતોએવુંથયું....

Yogesh DB Thakkar 3 year ago

આજે તો એવું થયું.... સ્વજનો ના સ્નેહ માં જિંદગી જીવતી હું આજે સ્વજનો ને જોવા એ તરસી ગઈ છું... ઘર ઘર ના માણસો ને આજે એક વાયરસ એ માણસ માણસ ના કરી મુક્યા.. - જલ્પા ચૌધરી 😊😊

Yogesh DB Thakkar 3 year ago

સુપર્બ સેમ ભાઈ 😊😊

Sem Mevada 3 year ago

આજે તો એવું થયું..... તેને રડાવી ને હસાવી પણ શક્યો... પણ તેના રૂઠવા થી મનાવી ના શક્યો.....

Yogesh DB Thakkar 3 year ago

આજે તો એવું થયું... જીવન મારું અધૂરું રહી ગયું, પ્રેમ નું પાનું કોરું રહી ગયું, શાહી તૈયાર કરી હતી મેં મારા લોહી ની, પણ હસ્તાક્ષર કોઈ બીજું કરી ગયું.. - સાહિલ 😊

Yogesh DB Thakkar 3 year ago

આજે તો એવું થયું કે હું સફળતા પાછળ દોડતો રહ્યો.... પણ મને ક્યાં ખબર હતી કે સફળતા માટે સમય મારો પાછળ રહી ગયો... -દીપક સિંહ વાઘેલા

Yogesh DB Thakkar 3 year ago

આજે તો એવું થયું દિવસ ભર ની મહેનત ગઈ પાણી માં, પણ સાંજ પડતાં પડતાં ફળ આપી ગયું! #karma 😊 - megha s

Mamta Pandya 3 year ago

આજે તો એવું થયું કે હું તો એમ જ નીકળી હતી ચાલવા ને લોકો જોડાતા ગયા ને કાફલો બની ગયો

Yogesh DB Thakkar 3 year ago

Thank you so much to all for your likes and love😊😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now