ઉજાગરો

આ એક ઉજાગરો બહુ અઘરો લાગે છે
ખુલી આંખે સપનાંની દોર બાંધેલી લાગે છે
મોતી ઘણા સફેદ જોયા ,એમાં પણ પાણીની બુંદ લાગે છે
આજ આ એક ઉજાગરો અઘરો લાગે છે.
નતમસ્તક નમવાની આદત પાડવાની છે
હવે હાથોની મહેંદી રોજ છોડાવવાની છે.
ભીતર ભય અસમંજસમાં યુદ્ધની તૈયારી લાગે છે
આજ આ એક ઉજાગરો અઘરો લાગે છે.
દર્પણનું કામ હવે શરૂ થવાનું છે, એમાં જોઈને ખુશ થવાનું છે
બીજા માટે મારે એક રમકડું બની રહેવાનું છે
આજ આ એક ઉજાગરો અઘરો લાગે છે.
હર્ષા દલવાડી તનુ.

Gujarati Poem by હર્ષા દલવાડી તનુ : 111684822

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now