Hi Frnds..pls Read this Article nd share ur feedbacks

અપૂર્વી ચંદેલા

અપૂર્વી ચંદેલા એક ભારતીય રમતવીર છે,જેમણે 10-મીટર એર રાઇફલ શૂટિંગમાં ભાગ લીધેલ. તેઓએ તાજેતરમાં 10-મીટર એર રાઇફલ શૂટિંગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેઓ વિશ્વ વિજેતા(વર્લ્ડ ચેમ્પિયન) છે. તેઓ રમતગમત ક્ષેત્રે ભારતનું પ્રતિષ્ઠિત સન્માન અર્જુન એવોર્ડ મેળવનાર બન્યા છે.
 
 
વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ
 
ચંદેલાનો જન્મ 4 જાન્યુઆરી 1993 ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો.તેઓ એવા કુટુંબમાંથી આવે છે જેમાં બધા રમતગમત સાથે જોડાયેલા છે. તેમની માતા બિંદુ ચંદેલા બાસ્કેટબોલ ખેલાડી હતા અને તેમના પિતા કુલદીપ સિંઘ ચંદેલા પણ રમતગમત ક્ષેત્રે એક અત્યુત્સાહી વ્યક્તિ છે.તેમના એક પિતરાઈ ભાઈએ અમુક સમય માટે જ રમતગમતક્ષેત્રે શૂટિંગમાં ભાગ લીધો હતો.
 
થોડાંક વર્ષો પહેલાં,ચંદેલાને રમતગમત ક્ષેત્રના પત્રકાર બનવાની ઈચ્છા હતી,પરંતુ વર્ષ 2008 માં બેઇજિંગ ઓલિમ્પિકસમાં ભારતના ખેલાડી અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો,તે જોયા બાદ તેમને રમતક્ષેત્રે શૂટિંગ કરવાની પ્રેરણા મળી.તેઓ કહે છે કે તેઓના પિતા તેમની શૂટિંગની આ કુશળતાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેમને એક રાઇફલ ભેટમાં આપી હતી.શૂટિંગ જેવી ખર્ચાળ રમતમાં આગળ વધવા માટે તેમના માતાપિતાએ તેમને તમામ સંભવિત સહાયની રજૂઆત કરી હતી. શરૂઆતના દિવસોમાં જયપુરમાં,શૂટિંગ રેંજ સુધી પહોંચવા માટે તેમને દરરોજ 45 મિનિટની મુસાફરી કરવી પડતી હતી.તેથી તેમના માતાપિતાએ તેમના ઘરે જ પ્રેક્ટિસ માટે 10મીટર એર રાઇફલ શૂટિંગ રેંજ ગોઠવી.તેમની માતા રોજ તેમની સાથે ટુર્નામેન્ટ અને પ્રેક્ટિસ સત્રો જોવાં માટે જતા.
 
ચંદેલાએ 2009માં અખિલ ભારતીય શાળાની શૂટિંગ સ્પર્ધા જીતી હતી.તેમને સ્થાનિક શૂટિંગ સર્કિટમાં પોતાની દોડ ચાલુ રાખી હતી અને વર્ષ 2012માં સિનિયર નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી હતી.તેમણે વર્ષ 2012 થી 2019 દરમિયાન રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઓછામાં ઓછા છ વખત પોડિયમ પુર્ણાહુતી નોંધાવી હતી.
 
ચંદેલા તેમના ફ્રી ટાઈમમાં વાંચનનો આનંદ માણે છે અને પોતાની રમતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે તેઓ મેડિટેશન કરે છે.
 
વ્યાવસાયિક સિદ્ધિઓ:
 
ચંદેલા 2012થી ઘરેલુ સ્પર્ધાઓમાં 10મીટર એર રાઇફલ શૂટિંગ પર પ્રભત્વ ધરાવે છે,પરંતુ તેમણે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં તેમની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય સફળતા હાંસલ કરી હતી,જ્યાં તેમણે એ કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ કહે છે કે તે જીત તેમના માટે સૌથી યાદગાર રહી કારણ કે તેમના પરિવારના 14 સભ્યો તેમને સ્ટેડિયમમાં જોઈ રહ્યા હતા. એક વર્ષ પછી,તેમણે ચંગવોનમાં વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો,જ્યાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો.તેઓ 2016માં રિયો ઓલિમ્પિકસમાં ક્વોલિફાય થઈ શક્યા નહી,જેથી તેઓ ઓલિમ્પિક્સમાં 34માં ક્રમે રહ્યા.તેઓ કહે છે તેઓ કહે છે કે,આવા નિરાશાજનક પ્રદર્શનથી તેમણે એક સબક શીખ્યો.તેઓ કહે છે કે સફળતા અને નિરાશા બન્નેથી સબક લઈને આગળ વધવાનું શીખ્યા.તેમને કરેલ સ્વ કબૂલાત મુજબ, તેઓ અંતર્મુખી છે,તેઓ સ્પર્ધા દરમિયાન પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી.
 
વર્ષ 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં, ચંડેલાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો કે,2019 તેમની કારકરીદીનું સૌથી સફળ વર્ષ બન્યું જ્યારે તેમણે ગોલ્ડ મેડલ જીત્યો અને નવી દિલ્હીમાં ISSF વર્લ્ડ કપમાં 10-મીટર એર રાઇફલ ઇવેન્ટમાં 252.9ના સ્કોર સાથે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ચંદેલા કહે છે કે,ઘરેલુ સમુદાય/ભીડની સામે રમીને દબાણમાં વધારો તો થાય પરંતુ તેમના દરેક શોટ માટે તેમને વધાવીને પ્રોત્સાહન પણ આપ્યું.
 
ચંદેલાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ક્વોટા સ્થાન રાખ્યું હતું,જેમાં તેમનું લક્ષ્ય ભારત માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાનું છે.તેમણે 2020માં એક ખાનગી ટૂર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાના મેયટોન કોપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
 
2016માં ભારતના રાષ્ટ્રપતિ તરફથી ચંદેલાને તેમની કારકીર્દિમાં અત્યાર સુધીનો ભારતના રમતગમતનો સર્વોચ્ચ સન્માન એવું પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ આપવામાં આવ્યું.
 
 

Gujarati Blog by Kaamini : 111647933
Kaamini 3 year ago

Thank you🙂

Kaamini 3 year ago

Khub khub aabhar aapno🙂🙏

Kaamini 3 year ago

Dhanywad 🙏😊

B________Gehlot 3 year ago

અભિનંદન

paresh patel 3 year ago

Wahhh... congratulations to chandela ji India`s proud

Jadeja Ravubha P 3 year ago

ખૂબ ખૂબ સુંદર

Kaamini 3 year ago

Shukriya 🙂

Kaamini 3 year ago

🙏🙏thank you so much🙂

Kunal Bhatt 3 year ago

ખૂબ જ સુંદર 💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now