પડે છે

પ્રભુના ચરણોમાં તો ફૂલ આખા ચડે છે,
હૃદય સુધી પહોંચવા માટે સોય દોરાથી વીંધાવું પડે છે.

કૂવામાંથી પાણી કાઢવા માટે ડોલને નમાવવી પડે છે,
ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા આપણે નમવું પડે છે.

ધંધો સાચવવા લોકોની માગણીઓ સમજવી પડે છે,
સબંધો સાચવવા લોકોની લાગણીઓ સમજવી પડે છે.

અભિમાન ન કરાય ક્યારેય પોતાના નસીબ પર,
કાંકરી આવતા મોઢામાંથી કોળિયો બહાર કાઢવો પડે છે.

નકશાઓ વગર સમુદ્રના પક્ષીઓ પોતાનો રસ્તો શોધી લે છે,
મુકામે પહોંચવા માટે પોતાના પર વિશ્વાસ રાખવો પડે છે.

કોઈ સામે જોશે નહીં તો બની રહીએ કાચના ટુકડા.
આપણામાં કોઈ ઝાંકે તેના માટે અરીસો બનવું પડે છે.

નસીબ ના પાના ખીચોખીચ ભરવા,
પરસેવાની શાહીથી લખવું પડે છે.

ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111640816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now