પ્રેમ માણસને કમજોર બનાવે છે. કોઈક બીજાને જીવનનો આધાર બનાવીને પોતાનું અસ્તિત્વ ગુમાવવું પડે છે. આખો દિવસ એના જ વિચારોના વાવાઝોડામાં વ્યસ્ત રહેવું એટલે થોડુંક જોખમ તો છે આ પ્રેમમાં...
પરંતુ બીજી તરફ પ્રેમ વિશ્વની સૌથી અદભુત શક્તિ છે. પ્રેમ મનુષ્યને પોતાની જાત સાથે ઓળખાણ કરાવે છે,બધું જ ગમવા લાગે છે, વ્યક્તિત્વ નિખરીને બહાર આવે છે. પણ પ્રેમની ગેરહાજરીમાં એ જ વ્યક્તિત્વ અગાવ હતું એના કરતાં પણ વાહિયાત થઈ જાય છે.
એમાંય આજકાલના પ્રેમ તો પાછા તકલાદી, ચલે તો ચાંદ તક, વરના શામ તક. એટલે પ્રેમના આ ચાઈનીઝ યુગમાં પ્રેમ એને કરવો જેના વગર પણ રહેવું શક્ય હોય.માણસજાત નિર્જીવ વસ્તુ વગર પણ ના રહી શકતી હોય, તો અહીં તો લાગણીની વાત આવી ગઈ એટલે પ્રેમ કરવાનો પણ સામે પ્રેમ મેળવવાની આશા નહિ રાખવાની. ક્યારેક પ્રેમની જરૂર પડે, ઈમોશનલ સપોર્ટની જરૂર પડે તો સૌની પેલા તમારી જાત તમારી સાથે ઉભી હોવી જોઈએ. દુનિયાની સૌથી તાકતવર વ્યક્તિ એ જે પોતાના ઈમોશન કન્ટ્રોલ કરી શકે.
-sK's ink

Gujarati Thought by Sachin Patel : 111640301
Hetal 2 year ago

True ☺️❣️❣️

Hetal 2 year ago

Khub saras 👏👏

Aarti Makwana 3 year ago

Vhhh sachi vat 6 jordar 👍😊👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now