ખબર નથી કે શું વાત કરીશ ,
તો પણ જો ને,
તને જ Call લાગી જાય છે...
જ્યારે જ્યારે જીવ ગભરાય,
ત્યારે પણ એક તું જ યાદ આવી જાય...
સબંધ આમ તો બધાં સાચવવા જ પડે,
પણ કોઈ સબંધ વગર પણ મારી દરેક વ્યાકુળતા ને તે તારી ખુદ ની સમજી ને સંભાળી છે...
ઘણી વખત વિચારું પણ ખરા,
તારી પોતાના પણ જિંદગી હોય,
તારે પણ કંઇક પરેશાની હશે જ આમ દરેક વખતે તને હેરાન કરવાનો મારો કોઈ અધિકાર કે હક કંઈ નથી તો પણ જો ને તારા સિવાય કોઈ ને બોલી પણ શકાતું નથી...
દરેક સવાલ નો જવાબ બસ તારા પાસે થી જ જોતો હોય,
અને પછી ભલે તને એવી રીતે દેખાડું કે તે જવાબ ઠીક નથી કે હું નહીં માનું પણ,
મારા મન સાથે ના મનોમંથન બાદ તો તારો જ જવાબ માન્ય રહે છે...
તને ખોઈ બેસવાનો વિચાર માત્ર થી જ ડર લાગે છે, હવે તો સાચું કહું તો જીવન માં એટલું બધું ખોઈ લીધું છે કે ,
હવે કોઈ ને ખોવા ની હિંમત પણ નથી રહી મારા માં...
ખબર નથી આ બધું શા માટે કહું છું તને...!?
અને મને એ પણ ખબર છે આમાં ની લગભગ દરેક વાત તને ખબર જ હશે... તો પણ કેહવાય ગઈ ફરી એકવાર...

Gujarati Thought by HeemaShree “Radhe
Krishna 3 year ago

Wahhhhh bku mast 👍👍👌👌

Nikunj Patel 3 year ago

Tarif gali se kam nahi hoti🤣

HeemaShree “Radhe" 3 year ago

🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️rona kyu hai.. Tarif hi ki hai.. gali nahi di...🙄

Nikunj Patel 3 year ago

Ooo...😅 bus bus di, rula degi pagli🤣

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now