ગુડ મોર્નિંગ વાળી સવાર કરતા,
પંખીઓના કલરવ વાળું પરોઢ મને બોવ ગમે.

બ્રેક ફાસ્ટ ની બૂમો કરતા,
શાંતિ નુ શિરામણ મને બોવ ગમે.

હિન્દી ફિલ્મો ના ગીતો કરતા,
ઘમ્મર વલોણા ના નાદ મને બોવ ગમે.

હજારો વાહનો ની ટ્રાફીક કરતા,
સીમે ચરવા જતું ગૌ ધણ મને બોવ ગમે.

ફિલ્ટર અને મિનરલ વોટર કરતા,
નદીએ વહેતું નિર્મળ જળ મને બોવ ગમે.

બપોર ની ગરમીમાં એ.સી ની ઠંડી હવા કરતા,
લીંબડા નો મીઠો પવન મને બોવ ગમે.

કીટી પાર્ટી અને ડાન્સ ક્લબ કરતાં,
ઢોલ અને ખંજરી ના તાલે સત્સંગને બોવ ગમે.

ફૂલ છોડ વાળા બાગ બગીચા કરતા,
મારા ઘરનું ફળિયું મને બોવ ગમે.

દરિયા કિનારા નો સનસેટ કરતા,
ઢળતી સંધ્યા નો સૂરજ મને બોવ ગમે.

સાંજ પડતાં લાખો રૂપિયા કમાતા શહેરો કરતાં,
સુખ મા રોટલો રળતું ગામડું મને બોવ ગમે......

Gujarati Poem by Kailas : 111571072
Bhavesh 4 year ago

વાહ..ગામડાની એક એક વાત તાજી કરવી દીધી

Kailas 4 year ago

આપણે ધારીએ તો એ સપનું સાચું થાય શકે

Ranjan Patel 4 year ago

👌🏽👌🏽હવે આમાનું ઘણું સપનું થઈ ગયું

Kailas 4 year ago

આભાર

Shefali 4 year ago

ખૂબ જ સુંદર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now