કેટલો અજબ ગજબ છે શબ્દ 'કામ ચલાઉ'!
એ બદલાય જશે, ને કામ તો અવિરત ચાલશે..!
કાયમી નથી તો શું થયું જીવન યાત્રાના પંથીઓ,
'કામ ચલાઉ'ની હાજરી પણ કામ પાર પાડે છે!
વીજળી ગુલ થાય ત્યારે ટોર્ચ જ પ્રકાશ પાડે છે,
પ્રભુ-પ્રેમનાં અમીની 'ખોટ' તું જ તો પુરી પાડે છે!
~|~ કેતન વ્યાસ
#કામચલાઉ