Prem_222:

કોઈના માટે પણ *અભિપ્રાય* બાંધતા પહેલા નીચેનું લખાણ વાંચજો. 😊😊😊😊

તમે પરસેવે રેબઝેબ છો. ખુબ તરસ લાગી છે. પણ ક્યાંય પાણી નથી મળે તેમ. એવામાં તમે એક ઝાડનાં છાયામાં થાક ખાવાં ઊભાં રહો છો! 😓

ત્યાં જ સામેથી એક મકાનનાં પહેલાં માળની બારી ખુલે છે ને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને હાથથી પાણી જોઇએ છે તેવો ઇશારો કરે છે. હવે તમને એ વ્યક્તિ કેવો લાગે? 🙂

આ તમારો પહેલો અભિપ્રાય છે!

તે વ્યક્તિ નીચે આવવાનો ઇશારો કરીને બારી બંધ કરે છે. ૧૫ મિનિટ થવાં છતાંયે નીચેનો દરવાજો નથી ખુલતો. હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શો છે? 😟🤷‍♂️

આ તમારો બીજો અભિપ્રાય છે!

થોડીવાર પછી દરવાજો ખુલે છે અને તે વ્યક્તિ એમ કહે કે: 'મને વિલંબ થવા માટે માફ કરજો, પણ તમારી હાલત જોઇને મને પાણી કરતાં લીંબુનું શરબત આપવું યોગ્ય લાગ્યું! માટે થોડી વધુ વાર લાગી!'

હવે તે વ્યક્તિ વિષે તમારો અભિપ્રાય શો? 😊

યાદ રાખજો કે હજુ તો પાણી કે શરબત કાંઇ મલ્યું નથી ને તમારો ત્રીજો અભિપ્રાય મનમાં જ રાખો.

હવે જેવું તમે શરબત જીભને લગાવો છો ત્યાં જ તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ જરા પણ નથી. 😖

હવે તે વ્યક્તિ તમને કેવો લાગે છે? 🤨

તમારો ખટાશથી ભરેલો ચહેરો જોઈને, એ વ્યક્તિ ધીમેથી ખાંડનું પાઉચ કાઢે ને કહે, તમને ફાવે તેટલું ઉમેરી દો.

હવે તે જ વ્યક્તિ વિષે નો તમારો અભિપ્રાય શો? 🥰

એક સામાન્ય પ્રસંગમાં પણ જો આપણો અભિપ્રાય આટલો ખોખલો અને સતત બદલાતો હોય તો, આપણે કોઇના પણ વિશે અભિપ્રાય આપવાને લાયક સમજવાં જોઈએ કે નહીં!? 🧐😳

હકીકતે દુનિયામાં એટલું સમજાણું કે, 'જો તમારી અપેક્ષાના ચોગઠામાં બંધબેસતું વર્તન સામેની વ્યક્તિ કરે તો તે સારી, 👌
નહીં તો.....
તે ખરાબ!' 🤨

રસપ્રદ મુદ્દો છે, જાતે વિચારી જુઓ.

હકીકતમાં તો *અભિપ્રાય એ જ સંસાર છે*

#unknown
#कर्मा

Gujarati Blog by Prem_222 : 111536071
कबीर 4 year ago

Ekdum jordar lakhyu

Prem_222 4 year ago

Thank you all of you.. 🙏🙏🙏

Baloch Anvarkhan 4 year ago

જોરદાર,,,જિવન, માં,,બોધ,,લેવા,જેવી, સત્ય,,,સચોટ,,,વાત,,,

Pramod Solanki 4 year ago

Jordar bhai👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now