આજે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસનો દિવસ છે.
એનો હેતુ રામ ને રાજી કરવાનો હોય તો એ ભૂમિપૂજનની ઈંટ અને ભૂમિપૂજન કોઈ નેતાના હાથે ના થવું જોઈએ.
કેમકે સવાલ રામ ના મૂળ મંદિર ની વાત છે ત્યાં કોઈ અધર્મનું કાર્ય જ ના કર્યું એવી વ્યક્તિ એ આ કામ કરવું જોઈએ અને અધર્મના કાર્ય કર્યા વગર કોઈ નેતા બની ના શકે.
તમને સવાલ થશે કે તો કોના હાથે આ કાર્ય થવું જોઈએ?
1-સમાજની અહલ્યા(સ્ત્રી પુરુષ કોઈપણ)
2-સમાજની શબરી(સ્ત્રી પુરુષ કોઈપણ)

1-સમાજની અહલ્યા-જેને પોતાનાથી અજાણતા થયેલી ભૂલના બદલામાં પથ્થર બનવુ પડ્યું.
એમનો ઉદ્ધાર કરવાનું કાર્ય શ્રીરામે કર્યું હતું
તો અત્યાર ના સમાજમાં ઘણી બધી
અહલ્યા(સ્ત્રી પુરુષ) છે તો એમનથી અજાણતા થયેલી ભૂલમાંથી એમનો ઉદ્ધાર કરવાનું મન શ્રીરામને નહીં થતું હોય??
આ કાર્ય એમના હાથે કરાવવું ના જોઈએ?

૨-સમાજની શબરી-દરેક સમાજનો છેલ્લો વર્ગ જેને સદીઓથી પોત પોતાના સમાજે વંચિત અને બહુ જ અપમાનિત કર્યો છે.
છેલ્લા સમાજ માં જન્મ લેવો એ કઈ એના હાથમાં તો નથી તો શું કામ એમને વંચિત અને અપમાનિત કરવો જોઈએ?
શ્રીરામે શબરીના ઘરે જઈને એમના એંઠા ફળ ખાઈને એમનો ઉદ્ધાર કર્યો અને વૈકુંઠ મોકલ્યા
તો અત્યારના સમાજની શબરી(સ્ત્રી પુરૂષ)એમના હાથે આ કાર્ય કરાવીને એમને રાજી કરાવવાનું મન શ્રીરામને નહીં થતું હોય??

તમારું શુ કેહવું છે??
કોના હાથે આ કાર્ય કરાય?
કોઈ નેતા?
કોઈ અહલ્યા(સ્ત્રી પુરુષ કોઈપણ)?
કે કોઈ શબરી(સ્ત્રી પુરુષ કોઈપણ)?
કોના હાથે રામમંદિરના કાર્યના શ્રીગણેશ કરીયે તો શ્રીરામ,હનુમાન અને સાધુસંતો રાજી રહે?

Gujarati Microfiction by Nilay : 111531501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now