happy raksha bandhan*

રક્ષાબંધનના અવસર પર બહેન જ્યારે ભાઈના કાંડા પર રાખડીનો પવિત્ર દોરો બાંધે છે તો ભાઈ પણ આદર અને સમ્માનની સાથે બેનને ભેંટ આપે છે. આ પરંપરા યુગોથી ચાલી આવી રહી છે. જેની શરૂઆત રાજા બલિ અને દેવી લક્ષ્મીએ કરી હતી. કથા છે કે દેવી લક્ષ્મી રાજા બલિને બેન બનીને શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાખડી બાંધી તો ખુશ થઈને બલિએ દેવી લક્ષ્મીને ઉપહાર સ્વરૂપ ભગવાન પરત આપ્યા.
તમે પણ બેનને રક્ષાબંધન પર કઈક ભેંટ આપતા હોય છે. ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.ઘણા એવા ભાઈ બહેન છે જે આ પવિત્ર દિવસે ભેગા નથી થઈ શકતા..મને બહુ સરસ વાત યાદ આવી રહી છે. અને કદાચ આ હકીકત પણ હશે ..

રક્ષાબંધનના થોડા દિવસો બાકી રહ્યા હતા...તો બહેન ભાઈ ને ફોજી ભાઈને ફોન કરે છે અને કહે છે કે ભાઈ છેલ્લા 2 વર્ષથી મને રાખડી બાંધવાનો મોકો નથી મળ્યો. તો આ રક્ષાબંધન માં તમે ઘરે આવશોને ભાઈ ત્યારે ભાઈ કહે છે બેન આવીશ જરૂર આવીશ..મેં સામે કમાન્ડમાં અરજી કરી છે...એ પાસ થાય એવો જ ઘરે આવીશ..બેન ખુશીથી ખીલી ઉઠે છે અને કુદકા મારવા લાગે છે અને બધા એને જોઈ ચોકી જાય છે અને કહે છે. અરે બેન કેમ આટલા ખુશ ત્યારે બેન હસતા હસતા કહે છે મારો ભાઈ આવનો છે...બધા જ ઘરમાં ખુશ થઈ જાય છે...પછી રક્ષાબંધન નો એક જ દિવસ બાકી હતો ને બેન પાછો ભાઈને ફોન કરે છે અને કહે છે કે ભાઈ નીકળ્યા તમે..તો ભાઈ કહે છે બેન અમારી સરહદ પર થવાની સંભાવના છે તો મારી રજા મંજુર નથી થઈ હું નહિ આવી શકું બેન નિરાશ થઈ જાય છે રડવા લાગે છે..ભાઈ પણ નિરાશ થઈ જાય છે...પછી બેન એવો વિચાર કરે છે કે મારો ભાઈ તો નથી આવી શકતો પણ હું તો ત્યાં જઈ શકું ને તો બેન એજ દિવસે ઘરે થી ભાઈને મળવા નીકળી જાય છે..અને રાત્રીના 11 વાગે ભાઈને મળે છે ભાઈ આ જોઈ એક દમ બેન ને ભેટી પડે છે..રડવા લાગે છે ..એ ભાઈ બહેનના પ્રેમને જોઈ બાકીના ફોજીભાઈઓ પણ રડવા લાગે છે..પછી બેન કંકુટિલક સાથે રાખડી બાંધે છે.અને પોતાના ભાઈ સાથે સાથે ત્યાં રહેલા તમામ ભાઈઓને રાખડી બાંધે છે..બધા ખુશ થઈ જાય છે અને બેન ને લાડ પ્યાર આપે છે...

આ એક બેન ભાઈની કહાની છે. .આ સંબંધને કોઈ પણ નથી તોડી શકતું

__RJ Ravi

Gujarati Book-Review by RJ_Ravi_official : 111527094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now