ખામોશ ભારતીય નાગરિક - હે ભારત માતા અમારા વંદન સ્વીકાર કરો.
ભારત માતા - મારી બરબાદી કરીને મને નમન કરવા આવો છો (ખૂબ ગુસ્સામાં), તમે શરમ નથી અનુભવતા?

માણસ - અમે શું બરબાદી કરી? અમે શું નુકશાન કર્યું?
અમે તો સીધાસાદા, જેમતેમ કરી જીવન નિર્વાહ કરીએ. પરિવાર અને સમાજ ની બધી જવાબદારી નિભાવીએ.

ભારત માતા - તો દેશ પ્રત્યે જવાબદારી કોણ નિભાવશે? દેશ માં બહુ બધી ખરાબ, ભયંકર ઘટનાઓ થઈ રહી છે.

ડૉક્ટર વ્યાપારી બની ગયા છે,
પોલીસ જ ગુનાહ મા સામેલ હોય છે,
નાની બાળકીઓ સાથે ભયંકર અત્યાચાર,
માસુમ બાળકોને ખરીદવા અને વેચવામાં આવે છે,
એકલા વૃધ્ધો ની દિનદહાડે હત્યા કરવામાં આવે છે,
અનાથ આશ્રમ, ઘરડાં ઘર માં સંખ્યા વધતી જ જાય છે,
ધોળા દિવસે લૂંટ અને હત્યાઓ થઇ રહી છે,
આવી અસંખ્ય ઘટનાઓ મને કલંકિત કરી રહી છે.

તમારા કંઈ કરવા કરતાં, કંઈપણ નહીં કરવાની ટેવ, કોઈપણ બાબતે વિરોધ દર્શાવવાના બદલે ચુપ રહેવાની ટેવ એ મને બહુ નુકસાન કર્યુ છે

#નુકસાન

Gujarati Microfiction by Hardik Pandit : 111505524
Hardik Pandit 4 year ago

Thank you Ketanbhai 🙏👍

Ketan Vyas 4 year ago

ખૂબ સરસ... .. 👌🏽👌🏽👌🏽 ...... ખૂબ રસપ્રદ...👌🏽👌🏽👌🏽👌🏽👍👏 👋👋👋👋👋👋👋👋👋👋👋 Visit once the link... 👇👇👇👇👇👇👇👇👇 https://quotes.matrubharti.com/111505625 😠🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕

Hardik Pandit 4 year ago

Thank you Mam 🙏

Hardik Pandit 4 year ago

Thank you Kanubhai 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now