અમારું હોસ્ટેલ નું ગ્રૂપ આજે પણ વોટ્સએપ દ્વારા જીવંત છે. આજે ભલે કોઈ રૂબરૂ ના મળતું હોય પણ મેસેજ દ્વારા બધા જ મિત્રો એકાબીજા ના સંપર્ક માં છે.

આજે કોલાહાલ અને શોર બકોર કરતું ગ્રુપ જાણે એક સમાચાર થી શોકાતુર થઈ ગયું. જો કે સમાચાર પણ એવા જ શોક વાળા હતા.

અમારી સાથે જ હોસ્ટેલ માં રેહતો દીપ BHMS ની ડીગ્રી હાંસલ કરી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ પ્રેક્ટિસ કરતો હતો. ટુંકા સમય માં જ એની હોસ્પિટલ માં તેની સારા ડોક્ટર તરીકે ઓળખાણ થવા લાગી. પરંતુ આ મહામારી માં કોરોના ની સારવાર કરતા પોતે પણ કોરોના પોઝિટિવ આવ્યો. થોડા દિવસો માં જ આ કોરોના એ તેમની જિંદગીને તહસ નહસ કરી નાખ્યો. થોડા દિવસ પથારી માં રહ્યા બાદ આજે એમનું મુત્યુ થયું. ખરેખર આમારું ગ્રૂપ આ સમાચાર સાંભળતા જ શોકાતુર થઈ ગયું. ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

આ વાત પરથી એક વસ્તુ તો પાક્કી જ થાય છે કે જે લોકો એમ કહે છે કે કોરાના જેવું કાંઈ નથી ફક્ત આ સરકાર ના ધત્તિંગ છે. આવા લોકો જલ્દી આ વાસ્તવિકતા ને ઓળખે તો વધુ સારુ.

આજે પણ બજાર માં પેહલા જેવી જ ભીડ જોવા મળે છે. કોઈ માસ્ક પણ ઉપયોગ નથી કરતા. સેનીટાઇઝ નો ઉપયોગ પણ નથી કરતા.

જો આપણે આજે સચેત નહિ થાઈએ તો આપડા પરિવાર ને પણ આપણે મુશ્કેલી માં મુકીશું. માટે આજ ની વાસ્તવિકતા આપડે સમજી જઈએ તો વધારે સારું.


#વાસ્તવિક

Gujarati Tribute by Pramod Solanki : 111495675
Bhavesh 4 year ago

🙏🙏 સાચી વાત

Ketan Vyas 4 year ago

Khub saras... Adbhut....!! Visit once... https://quotes.matrubharti.com/111494592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now