#આડુઅવળું
લાઈન દોરતાં સહેજ આડી થાય તો,
કહેવાય કે ધ્યાન ક્યાં છે?
રસ્તામાં ચાલતા નજર આડુંઅવળું જુએ તો,
કહેવાય કે , સામે જોઈ ચાલો નહીંતર અથડાઇ પડશો. અથવા
કહીં પે નિગાહે કહીં પે નિશાના.
ઘર માં કંઈ આડુંઅવળું હોય તો,
કહેવાય કે કેવી આળસુ છે. ઘર ચોખ્ખું રાખતી નથી.
હ્દય નો કાર્ડિયોગામ માં થોડી આડીઅવળી લાઇન આવે તો,
કહેવાય કે હવે તમારા શરીર નું ધ્યાન બરાબર રાખો.
મન આડુંઅવળું થાય તો,
જીવન અસ્ત વ્યસ્ત બની જાય.