પ્રગતિ આશ્ચર્યથી એમની તરફ જુએ છે અને પૂછે છે, તમને કેવી રીતે ખબર ?


પ્રિયા કહે છે, ટીચર જ્યારે અમારાં ઘરે આવ્યાં હતાં ત્યારે એ લોકો વોશરૂમ જવાં માટે જ્યારે અમારાં વાડાના બાથરૂમમાં ગયા હતાં ત્યારે એ લોકોની વાત મે સાંભળી હતી. 


પ્રગતિ : શું કહેતાં હતા તેઓ ?


પ્રિયા : સ્મિતા ટીચર કહેતાં હતાં કે પ્રગતિના ઘરે જવાનું શુ કરવાનું ? ત્યારે ચેતના ટીચરે કહ્યું કે પ્રગતિના ઘરે આપણથી ના જવાય. એ લોકો પછાત જાતિના છે એમના ઘરે જવાથી આપણે અભડાઈ જઈશું. ત્યારે સ્મિતા ટીચરે  કહ્યું કે હું પણ એ જ કહેવા માંગતી હતી. એક પછાત જાતિના લોકોના ઘરે જઈ આપણે આપણો ધર્મ ભ્રષ્ટ ના થવા દઈએ.


પ્રિયાના મુખે આ સાંભળતા પ્રગતિના તો જાણે હોશ જ ઊડી ગયાં. એને તો માન્યમા જ નહોતુ આવતું હતું કે જે ટીચરને તે આટલું માનતી હતી. એમને એક ગુરુનો દર્જો આપ્યો હતો એ ટીચર એના માટે આવું વિચારે છે. એની આંખોમાંથી દડદડ આસું વહેવા લાગે છે. અને એ દોડતી દોડતી જઈ એના ઘરમાં ભરાઈ જાય છે. પ્રિયા અને રચના પણ એનું દર્દ સમજતાં એને કંઈ કહેવા કરતાં એકલાં છોડવાનું યોગ્ય માનીને એમનાં ઘરે ચાલ્યાં જાય છે. 


પ્રગતિને આમ રડતી રડતી આવતાં જોઈ એના મમ્મી પપ્પા બંને ચોકી જાય છે. એની મમ્મી એની પાસે જાય છે અને એના માથા પર હાથ ફેરવતાં પૂછે છે, બેટા શું થયું કેમ રડે છે ? પ્રગતિ રડતાં રડતાં બધી વાત કરે છે. અને કહે છે, મમ્મી બધા કેમ આપણને નીચી જાતિનાં કહે છે ? અત્યાર સુધી બીજા બધાં કહેતાં હતાં એ તો થીક પણ જેમને હું મારા આદર્શ માનતી હતી એ પણ આપણાં વિશે આવું જ વિચારે છે !! 


પ્રગતિના પપ્પા કહે છે બેટા કોઈ આપણાં વિશે શું વિચારે એ મહત્વનું નથી. પણ આપણે આપણાં વિશે શું વિચારીએ છીએ એ મહત્વનું છે. અને તું તો ભણી જ છે કે, " માનવી જન્મથી નહી કર્મથી મહાન બને છે. " તો પછી થોડાં લોકો આપણાં વિશે શું માને છે એને શા માટે મહત્વ આપવું. 


પ્રગતિ એના પપ્પાની વાત સમજી જાય છે અને આંખોના આંસુ સાફ કરી એમની સાથે જમવા બેસે છે. 


ક્રમશઃ

- તમન્ના

Gujarati Story by Tinu Rathod _તમન્ના_ : 111490643
Abbas khan 4 year ago

વાહ ...બહેન ખુબજ સરસ વાત કહી...👏👏

Asmita Ranpura 4 year ago

વાહ...!!! સરસ.. સાચી વાત છે મસ્ત parenting thought...

Parmar Geeta 4 year ago

એકદમ સાચી વાત.. માણસ જન્મ થી નહીં પણ કર્મ થી મહાન બને છે.. આગળ ના ભાગની રાહ રહેશે.. 👌👍

SHILPA PARMAR...SHILU 4 year ago

વાહ.......એકદમ મસ્ત..... સાચી વાત છે હજુ હાલની તારીખમાં પણ સમાજમાં નાત-જાતનો ભેદભાવ કરવામાં આવે જ છે .....

Shefali 4 year ago

ખૂબ સરસ, એકદમ સાચી શીખ આપી પ્રગતિના પપ્પાએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now