આજે પ્રગતિ ખૂબ ખુશ હોય છે. કાલે એના પ્રિય ટીચર્સ  એના ઘરે આવવાનાં હોય છે. રચના, પ્રિયા અને પ્રગતિ ત્રણેય ખૂબ પાક્કી બહેનપણી. પહેલાં ધોરણથી અગિયારમાં ધોરણ સુધી એક સાથે જ ભણ્યાં. એક જ બેન્ચ પર બેસતાં. ભણવામાં પણ ત્રણેય ખૂબ હોશિયાર. એકથી ત્રણ નંબરમાં એ ત્રણેય જ આવે. કોઈ વાર પ્રિયા તો કોઈ વાર રચના બીજા ત્રીજા નંબર પર હોય. પણ પ્રગતિનો હંમેશા પહેલો નંબર જ આવે. બધા ટીચર પણ એ ત્રણેયને ખૂબ માને. એમાં પણ ગુજરાતી અને મનોવિજ્ઞાનના ટીચર તો એમનાં પણ ખૂબ પ્રિય. અગિયારમાંના વેકેશનમાં એમના ટીચર વારાફરતી એ ત્રણેયના ઘરે આવવાનાં હતાં. રચના અને પ્રિયાના ઘરે એ લોકો આવી ગયા હોય છે. હવે પ્રગતિના ઘરે જવાનો વારો હતો. અને આવતી કાલે એ લોકો પ્રગતિના ઘરે આવવાનાં છે. એટલે એ ખૂબ જ ખુશ હોય છે. અને ઘણી ઉત્સાહથી બધી તૈયારી કરે છે. 


સવારથી પ્રગતિ દરવાજા પર નજર રાખીને બેઠી હોય છે. સવારથી બપોર થઈ ગઈ પણ હજું ટીચર નહોતા આવ્યાં. એની મમ્મીએ એને સમજાવી પણ કે જમી લે તારા ટીચર આવતાં જ હશે. પણ પ્રગતિ એ કહીને ના કહી દે છે કે," એના ટીચર આવશે પછી જ જમશે. "


સવારની બપોર અને બપોરની સાંજ થઈ ગઈ પણ એના ટીચર નહીં દેખાયા. હવે તો પ્રગતિને પણ સમજ આવી ગઈ કે હવે એનાં ટીચર નહીં આવશે. અને એ ઉદાસ થઈને ઓટલા પર બેસી રહે છે. એટલાંમાં રચના અને પ્રિયા ત્યાં આવે છે. પ્રગતિ એમને નિરાશ થઈને કહે છે કે ટીચર નહી આવ્યાં. રચના અને પ્રિયા એકબીજાની બાજું જુએ છે અને ઈશારામા કંઈક વાત કરે છે. પછી પ્રિયા કહે છે, પ્રગતિ અમને ખબર હતી આપણી ટીચર નોહતી આવવાની. 

ક્રમશઃ

- તમન્ના

Gujarati Story by Tinu Rathod _તમન્ના_ : 111489403
Tiya 4 year ago

Wah ... Waiting for next part

Tinu Rathod _તમન્ના_ 4 year ago

આભાર.. ભાઈ..😊

Tinu Rathod _તમન્ના_ 4 year ago

હા હા પાર્ટી માટે હુ તો હંમેશા તૈયાર જ હોવ પછી એ આપવાની હોય કે લેવાની. 😊

Ketan 4 year ago

થેંક્યું ની જરૂર નથી...બધાય પાર્ટ અમે ખુશી ખુશી વાંચસુ...તમે બસ છેલ્લે નાની અમથી પાર્ટી આપી દેજો...☺️

Abbas khan 4 year ago

વાહ ખુબજ સરસ..👍

Tinu Rathod _તમન્ના_ 4 year ago

Thank you very much all my friends..🙏😊

Ketan 4 year ago

વાહ...સરસ...

Parmar Geeta 4 year ago

ખુબ સરસ.. 👌

SHILPA PARMAR...SHILU 4 year ago

Wah... Ekdum mast....👌👌✍️✍️ Waiting for next ભાગ......😀

Sarika 4 year ago

👌👌👌

Shefali 4 year ago

વાહ ખૂબ સરસ, આગળના ભાગની રાહ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now