જેની સાથે લોહીનો સંબંધ નથી...
છતાં વહાલું લાગે તે નામ છે 👬*દોસ્ત*👬

જેની સાથે થાય અઢળક વાતો...
છતાં થાક ના લાગે તે નામ છે 👬*દોસ્ત*👬

જેની સાથે નાનકડી વાત માં પણ...
હસી શકાય તે નામ છે 👬*દોસ્ત*👬

જેના ખંભે માથું ઢાળીને...
રડી શકાય તે નામ છે 👬*દોસ્ત*👬

જેની સાથે ઠંડી ચા પણ...
હુંફાળી લાગે તે નામ છે 👬*દોસ્ત*👬

જેની સાથે વઘારેલી ખીચડી પણ...
દાવત લાગે તે નામ છે 👬*દોસ્ત*👬

જેને અડધી રાત્રે ઉઠાડી...
હૈયું ઠાલવી શકાય તે નામ છે 👬*દોસ્ત*👬

જેની સાથે વિતાયેલો સમય યાદ કરતાં...
ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે 👬*દોસ્ત*👬

જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય...
છતાં પણ તે સ્વીકારે તે છે 👬*દોસ્ત*👬

વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા...
ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે 👬*દોસ્ત*👬

દૂર હોવા છતાં ના ટૂટે...
તે લાગણીનો તાર છે 👬*દોસ્ત*👬

છે બસ અઢી અક્ષરનું નામ પણ...
બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે 👬*દોસ્ત*👬

*👬👬 મારા સર્વે મિત્રો ને અર્પિત 👬👬*
KD.Poshiya

Gujarati Whatsapp-Status by KD Poshiya : 111409980

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now