#સંબંધ
ઓય તને પ્રેમ કરું છું...
ભલે તું ગમે તેવી છે
તોય તું ગમે એવી છે,
ખબર નહીં કેમ કરું છું,
ઓય તને પ્રેમ કરું છું...
સંગાથ તો તારો હાથે છે,
તાજ તો પ્રેમનો માથે છે,
જરાક એમાંય વહેમ કરું છું,
ઓય તને પ્રેમ કરું છું...
દૂર છે તું છતાં તું પાસે જ લાગે છે,
આંખ માં હવે નવી આશા જાગે છે,
દિલ પર હવે થોડો રહેમ કરું છું,
ઓય તને પ્રેમ કરું છું,
જાત ને હવે જીવંત લાગુ છું,
સફર માં તારો સાથ માંગુ છું,
યાદ તને એમ કરું છું,
ઓય તને પ્રેમ કરું છું,
અમિત વડગામા "અટલ"