#ચુંબન

*રજની*

સંધ્યા ચાલી ધીરે ધીરે
રજનીને આવકારતા..
ઝીણા ઝીણા તારલીયાની
ભાત ભરેલ માથે ઓઢી ચુનરી જાણે
ત્યાં આકાશે પેલો શશી ડોકિયું કરે..
શાંત સરોવરના જળમાં બંને
એક બીજાને તાકયાં કરે
શરમાઈને ત્યાં ..
ચાંદની થોડી થોડી પથરાઈને
રજનીનો આ ઘુંઘટ
થોડો જયાં સરક્યો..
નાજુક નમણી નારનું રૂપ ધરી
આ રજની સામે આવી
લલચાવ્યા કરે..
ચમેલી ચંપોને રાતરાણીની સુંગધથી તર..
ત્યા દૂર શાંત સરોવરમાં ઝીલાતું પ્રતિબિંબ.
મંદ મંદ વાતો શીતળ વાયરો..
ધીરે ધીરે આ રાત પણ...
તેનું રૂપ નિખારતી...
કયાંક ઉઠતા તરંગો..
નભમાં ખેલાતી..
વાદળની સંતાકુકડી ...
કાળા વાદળો વચ્ચે સફેદ વાદળો
શ્વેત શ્યામની રંગોળી..
આ નિશા મન લોભાવતી..
ધીરે ધીરે તેના રૂપમાં આશક્ત
તેના આગોશમાં સમાવી..
માથે મીઠું ચુંબન કરી..
સમણાની સહેલ કરાવતી..
આવતીકાલ સોનેરી સવાર
તારી પ્રતિક્ષામાં...

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111354908
... Dip@li..., 4 year ago

Wah 👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now