#પીરીયડ_તકલીફ_અમારે_શું ?
#પુરુષ_પ્રતિક્રિયા

સ્ત્રી ટાઈમમાં થાય એમાં અમારે શું ? એ સમયમાં ગુસ્સો આવે તકલીફ પડે તો સ્ત્રીએ પોતે જ ધ્યાન રાખવાનું કુદરતે તેને તકલીફ આપી છે.. ભગવાન નું કર્યું છે..
સાચું કહ્યું એક સ્ત્રી ટાઈમમાં થાય એમાં પુરુષો ને શું લેવા દેવા ? ભલેને એમનો જન્મ ત્યારે જ થયો જ્યારે તેની માતા એ આ તકલીફ સહન કરી.. એની પત્નિને માસિક ન આવતું હોત તો એનો વંશ કઈ રીતે આગળ વધત ? તકલીફ પોતાને પડે ફાયદો બીજાને થાય એ આશીર્વાદ સ્ત્રીને જ ભગવાને આપ્યા છે..

માસિક ન આવતું હોત તો સ્ત્રીને શું ફરક પડે... ઉલ્ટાનું જે માનસિક અને શારીરિક યાતના છે તે તો સહન ન કરવી પડત ને ... આમ પણ બાળકને જન્મ આપી નામ પણ બાપનું આપતી સ્ત્રીને જ્યારે એ બાપ એમ કહે કે આ ટાઈમમાં છો તો એ તારો પ્રશ્ન છે ત્યારે એ સ્ત્રીને થાય તો ખરું કે શરીર મારું છે પણ માસિકમાં જો ન થતી હોત તો વંશ તમારો પૂર્ણ થઈ જાત.
એક સ્ત્રી આ દિવસોમાં શું ઈચ્છે છે માત્ર માનસિક સપોર્ટ, કારણ શારીરિક જે તકલીફ થાય છે તે આ દિવસો દરમ્યાન એ તો કોઈ મહાપુરુષ હોય તો પણ એ વહેંચી નહીં શકે પણ ઓછું ન કરી શકે તકલીફ ને?
એ સાત દિવસ શું સ્ત્રીને પોતાના બાળકની જેમ ધ્યાન ન રાખી શકે? શું એના પીરીયડ કેલેન્ડરને માત્ર સેક્સ ક્યારે નહીં થાય એ રીતે જોવાની જગ્યા એ બીજા દ્રષ્ટિકોણ થી ન જોઈ શકે?
શું આટલું એક સ્ત્રી પોતાના પુરુષ પાસે આશા ન રાખો શકે?

માસિકમા થવું કે પીરીયડ આવવા એ અમારી પણ પસંદગી નથી. પણ સ્ત્રી તરીકે કોઈ પણ પસંદગીનો હક ન તો ભગવાને અમને આપ્યો છે ન તો સમાજે કે ન તો તમે... પુરુષ તરીકે તમને જે ભગવાને તકલીફ લીધાં વગર બાપ બનવાની સહુલિયત આપી છે એ ઉધાર ચૂકવવા માત્ર એટલું તો કરી શકો કે માસિકમાં થતી માનસિક તકલીફમાં બને એટલી સ્ત્રીને રાજી રાખો. એ ગુસ્સો ન કરે એની કાળજી રાખો. શારીરિક જે દુખાવો થાય તો શેક માટે ગરમ પાણી આપો કે દવા માટે પાણી આપો. મહિનામાં ૨૪ કલાક તમારી માટે ખડે પગે રહેતી તમારા જીવનમાં જે સ્ત્રી છે માત્ર પત્ની જ નહીં , માતા, બહેન ,ભાભી ને આ સમયે માત્ર ચાર પાંચ દિવસ સહકાર ન આપી શકો?. (#MMO )

મારી આ વાત માત્ર પતિ માટે નથી દુનિયાના દરેક પુરુષ માટે છે જે સમજે છે કે માસિક આવવું કે પીરીયડમાં થવું એ સ્ત્રીનો લુકઆઉટ છે. ભગવાને જે અમને નથી આપ્યું એમાં અમારો શું વાંક? તમે બાપ, ભાઈ, પતિ, દીકરો, સસરા, દેર- જેઠ જે પણ હો.. સ્ત્રીનું એ સમયે ધ્યાન રાખો તો જ તમારા જન્મની સાર્થકતા પુરવાર થશે...{#માતંગી }

Gujarati Blog by Matangi Mankad Oza : 111322760

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now