સાતે જન્મ ખુશ રાખવાનું વચન આપનારાઓને,
મેં, પળે પળે દુઃખી કરતા જોયા છે.

સાતે જન્મ તુ જ મળે એવું કેહનારાઓને
મેં, વેળા દર વેળા એ પાત્ર બદલતા જોયા છે.

સાતે જન્મ દરેક કામ મા તારો સાથ આપીશ એવું કેહનારાઓને,
મેં, આરામ ખુરસી મા બેસીને હુકમ ચલાવતા જોયા છે.

સાતે જન્મ તારી સાથે રહીશ, એવું કેહનારાઓને,
મેં, ક્ષણે ક્ષણે જુદા થવાની ધમકી આપતા જોયા છે.

સાતે જન્મ તારા માન સમ્માન જાળવી રાખવાનું વચન આપનારાઓને,
મેં ક્ષણે ક્ષણે એજ સમ્માન ના ધજાગરા ઉડાવતા જોયા છે

#mannnavichar #life #quotes #poem

Gujarati Poem by Rahul Desai : 111267982
Kirti Trambadiya 4 year ago

સમાજનું કડવું સત્ય કહ્યું છે........રાધે કૃષ્ણ મોટાભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now